ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક ની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે જ સૌ લોકો ખૂબ જ ચિંતામાં મુકાયા છે. હાર્ટ એટેકના કારણે મૃત્યુ આંકનો આંકડો પણ પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં રોજબરોજના કાર્ય કરતી વખતે ઘણા લોકો આ એટેકને કારણે મૃત્યુને ભેટતા હોય છે. હવે તો દરેક ઉંમરના વ્યક્તિઓને હાર્ટ એટેકનો ખતરો રહેલો હોય છે.
તેવા સમયમાં હાલમાં જ ગુજરાતના આણંદ જિલ્લાના ઓડ ગામમાં માત્ર 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે જ્યારે યુવક બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયો હતો ત્યારે અચાનક જ તે પડી ગયો હતો. ત્યારબાદ તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક તેને સારવાર હશે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો મૃત્યુ પામેલા માત્ર 22 વર્ષનો જીલ ભટ્ટ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
અચાનક જ હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થવાથી તેના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. થોડા સમય પહેલા જ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં 17 વર્ષે કિશોરનું નારિયેળના બગીચામાં કામ કરતા અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત થયું હતું તેવામાં ઇમિટેશનના વેપારીનું 44 વર્ષના વયે મોત થયું હતું.
તેથી તેના પરિવારને માથે આ ફાટી પડ્યું હતું. તાજેતરમાં જ વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ નું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું જેવો છેલ્લા દસ મહિનાથી વિરમગામમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. વારંવાર ના કારણે મૃત્યુના કિસ્સા સામે આવવાથી સૌ લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે હવે તો સ્વસ્થ લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યા થઈ રહી છે.