કિંજલ દવેને તમે આ લુકમાં ક્યારેય નહીં જોઈ હોય – જુઓ અમેરિકાની કેટલીક તસવીરો…

ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિની હોય જે કિંજલ દવેને ઓળખતા ન હોય તેને હવે ઓળખાણ ની જરૂર નથી. ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવે ખૂબ જ ફેમસ થઈ ગયા છે. ચાર બંગડી વાળુ ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલ કિંજલ દવે દેશ વિદેશમાં અલગ અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

થોડાક સમય પહેલા કિંજલ દવે તેના પતિ પવન જોશી અને આકાશી સાથે દુબઈ પ્રવાસે હતી. તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. કિંજલ દવે તેના પતિ પવન જોશી સાથે ઘણી રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જે લોકોને ખૂબ જ પસંદ આવી છે.

દુબઈ બાદ હાલ કિંજલ દવે અમેરિકામાં જોવા મળી છે. જ્યાં તે પળ પળ ની માહિતી ચાહકો સુધી પહોંચાડે છે. કિંજલ દવે પહેલા મિયામી ફ્લોરિડા પહોંચી જ્યાં તેને ફોટો શેર કરીને માહિતી આપી ત્યારબાદ ઓર્લેન્ડો ફ્લોરીડા પહોંચી જ્યાં એડવેન્ચર પાર્કમાંથી ફોટો શેર કર્યા હતા.

કિંજલ દવે ડિઝની એનિમલ કિંગડમ થીમ પાર્ક ફ્લોરિડિયા પહોંચી જ્યાં કિંજલ દવેએ કહ્યું રાજકુમારી ડિઝની વર્લ્ડમાં પહોંચી ગઈ છે. કિંજલ દવેએ માથામાં મિકી માઉસ જેવું હેર બેન્ડ પહેર્યું જેમાં તે ખૂબ જ ક્યુટ લાગે છે.

ત્યારબાદ કિંજલ દવે અને ગીતાબેન રબારી બંનેનો ફોટો સામે આવ્યો જેમાં લખ્યું હતું કે ફ્રેન્ડ વેગાસમાં જોડે હોય એ આખી જિંદગી જોડે રહે છે જેમાં બંને જલસા કરી રહ્યા છે.

આ ફોટોમાં કિંજલ દવે મેવાડા યુએસએમાં છે જ્યાં પીળી બેબી સુટમાં ફોટો શેર કર્યો હતો. મિત્રો તમે જોઈ શકો છો તેમણે વાદળી કલરનું ટોપ પહેર્યું છે અને પાછળ મોટું વાદળી કલરનું ફૂલ છે જેથી ફોટો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

ત્યારબાદ તેમણે હોટેલમાંથી થોડા ફોટો શેર કર્યા જેમાં તેણે લવંડર કલરનું ટોપ પહેર્યું છે અને હોટલના ગાર્ડનમાં પાછળનું મોટું ફૂલ પણ છે. આ ફોટોમાં તેણે લખ્યું હતું કે Let us live like flowers, Wild and beautiful

કિંજલ દવે ત્યાર પછી ન્યૂયોર્ક પહોંચી અને ત્યાં રાત્રે ન્યૂયોર્ક સીટીને માણતા ફોટો શેર કર્યા. આ ફોટોમાં તેણે કેપ્શન માં લખ્યું હતું કે “ન્યૂયોર્ક આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો”.

ન્યૂયોર્કની નાઈટ લાઈફ એન્જોય કરતો બીજો ફોટો મૂકી કિંજલ દવે લખ્યું “મારું દિલ સિટી લાઇટ મને માણવા હસમચી રહ્યું છે”.

ત્યારબાદ અમેરિકાના સુમસાન રોડ પર બેસીને પીળા કપડામાં કિંજલ દવેએ પોઝ આપીને ફોટો મૂક્યો છે જે બધાને ખૂબ જ પસંદ આવ્યો છે. આ ફોટામાં હજારો કોમેન્ટો આવી ચૂકી છે.

આજે કિંજલ દવેએ શિકાગોની હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે મને ખબર જ હતી હું એક વખત દુનિયાની સૌથી ઊંચી જગ્યાએ પહોંચીશ. આ ફોટો એક શિકાગોની બિલ્ડિંગ નો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *