હાર્દિક પંડયાને તેના પરિવાર સાથે તમે ક્યારેય નહીં જોયો હોય…

હાર્દિક પંડ્યા ને ઓળખાણ ની કોઈ જરૂર જ નથી. તેમને લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હાર્દિક પંડ્યા એક એવા ક્રિકેટર છે જેણે ખૂબ જ ઓછા સમયમાં દુનિયાભરમાં પોતાનું નામ કમાઈ લીધું છે. ક્રિકેટમાં તેણે બેટિંગ અને બોલિંગ થી ઘણા કારનામાં પણ કરેલા છે. શું તમે હાર્દિક પંડ્યા ના ફેમિલી વિશે જાણો છો?

હાર્દિક પંડ્યા નો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૯૩નાં રોજ ગુજરાતના સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ હિમાંશુ પંડ્યા અને માતાનું નામ નલીની પંડ્યા છે. હાર્દિક પંડ્યાના પરિવારમાં તેમના માતા પિતા સિવાય તેમના એક મોટાભાઈ છે, જેમનું નામ કૃણાલ પંડ્યા છે. કૃણાલ વ્યવસાયથી ક્રિકેટર છે. જણાવી દઈએ કે હાર્દિકના પિતા સુરતમાં પોતાનો વ્યવસાય ચલાવતા હતા, જે હાલમાં બંધ કરી દેવામાં આવેલ છે.

હાર્દિક પંડ્યા પોતાના પરિવારની સાથે વડોદરા ગયા હતા. જેથી બંને દીકરાને ક્રિકેટનો સારુ પરિક્ષણ મળી શકે. આ સમયે હાર્દિક પંડ્યા ની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. હાર્દિક પંડ્યા નો પરિવાર આર્થિક રૂપે કમજોર હતો અને વડોદરામાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સાથે થયેલ ટી-૨૦ સિરીઝમાં હાર્દિક પંડ્યા એ ધમાકેદાર પ્રદર્શન કરીને બધા લોકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ તમને જણાવી દઈએ કે આ ધમાકેદાર બેટ્સમેન નું દિલ ૩ વર્ષ પહેલાં જ કોઈએ જીતી લીધું હતું. હાર્દિક પંડ્યા એ નતાશા સ્ટેનકોવિક સાથે પહેલી મુલાકાતમાં જ પોતાનું દિલ હારી બેઠા હતા. હાર્દિક પંડ્યા પોતાના ક્રિકેટમાં પ્રદર્શન અને સોશિયલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહેલા છે. હાર્દિક પંડ્યા ની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ રહેલી છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યા સાથે નતાશા ની મુલાકાત નાઈટ ક્લબમાં થયેલી હતી. પહેલી મુલાકાત બાદ જ બંનેની મિત્રતા પ્રેમમાં બદલી ગઈ હતી.

હાર્દિક પંડ્યા એ દિવાળી પર નતાશા ને પોતાના ઘરે આમંત્રણ આપેલું હતું અને નતાશા ની મુલાકાત તેના પરિવાર સાથે કરાવી. થોડો સમય વીત્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. હાર્દિક પંડ્યા એ 2020 માં લોકડાઉન દરમિયાન નતાશા સાથે લગ્ન કર્યા અને 31 મે 2020 ના રોજ પોતાના લગ્નની ઘોષણા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *