મિત્રો દરેક કંપનીના માલિકો પોતાના કર્મચારીઓને નાની મોટી ભેટો આપતા હોય છે. સુરતના સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને થોડાક સમય પહેલા જ bmw કાર ભેટમાં આપી હતી. ત્યાર પછી બીજી એક કંપનીએ પણ પોતાના કર્મચારીઓને ખૂબ જ મોટી ભેટ આપી છે.
દરેક કર્મચારી પોતાની કંપનીમાં ખૂબ જ મહેનત કરતો હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં પણ પોતાની મહેનતનું ફળ મળતું નથી. જ્યારે બીજી બાજુ અમુક કંપનીઓ કર્મચારીઓને ઈમાનદારી અને વર્ષોની મહેનત માટે ખૂબ મોંઘી મોંઘી ગિફ્ટ આપતી હોય છે.

હાલમાં ચેન્નઈ ની અંદર આવેલી એક કંપનીએ પોતાના કર્મચારીઓને સો જેટલી મારુતિ કાર ભેટમાં આપી હતી. ત્યારે બીજી એક આઇટી કંપનીએ પોતાના કર્મચારીઓને સરપ્રાઈઝ રીતે લક્ઝરી કાર ભેટમાં આપી છે.
KISSFLOW નામની કંપનીએ પાંચ જેટલા મોટા કર્મચારીઓને BMW 5 લક્ઝરી ગાડી સરપ્રાઈ તરીકે ગિફ્ટ માં આપી છે. મિત્રો તમને જણાવી દઈએ આ દરેક ગાડી ની કિંમત લગભગ એક કરોડ રૂપિયાથી પણ વધારે છે. કંપની દ્વારા એવું જાણવા મળ્યું છે કે તેમના કર્મચારી હંમેશા સમર્થન મહેનત અને વફાદારીના બદલામાં તેને આ ગાડી ભેટમાં આપવામાં આવી છે.
કંપનીના કર્મચારીઓ વધુમાં જણાવતા કહે છે કે બોસે પહેલા કહ્યું હતું કે આ વર્ષ તમામ લોકો માટે ખૂબ જ ખાસ હશે પરંતુ કર્મચારીઓને લાગ્યું કે, બોસ તેમના માટે ડિનર અથવા તો ભવ્ય ઉજવણીનું આયોજન કરશે. કર્મચારીઓને લાગ્યું હતું કે બીજી કંપનીની જેમ સોના અથવા તો ચાંદીના સિક્કા અથવા તો વાઉચર જેવી મોટી ભેટ આપવામાં આવશે.
પરંતુ જ્યારે ઉજવણી દરમિયાન કંપનીના માલિકે કર્મચારીઓને bmw ની ચાવી હાથ માંઆપી અને કહ્યું કે તેમના માટે આ સરપ્રાઈઝ ભેટ છે ત્યારે કર્મચારીઓ આશ્રર્યચકિત થઈ ગયા. મિત્રો BMW 5 સિરીઝ ખૂબ જ વધારે લક્ઝરી ગાડી છે. આ ગાડી પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પના ઉપલબ્ધ છે અને આ ગાડીની પીક અપ ક્ષમતા પણ ખૂબ વધારે છે.