આ મહિલાએ એવું તો શું કર્યું કે જાહેરમાં જ લોકોએ ઢોર માર માર્યો – જુઓ LIVE વિડિયો

મહારાષ્ટ્ર : સોશિયલ મીડિયામાં મારામારી અને ચોરીના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે. મહારાષ્ટ્રનો હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં બાળક ચોરીની શંકામાં ટોળાએ એક મહિલાને ઢોર માર માર્યો હતો. આ ઘટના બુધવારે પાંચ વાગ્યે સાંજે બસ સ્ટેન્ડ પર બની હતી. મહિલાએ પોલીસ ને ફરિયાદ કરી અને પોલીસે તપાસ શરૂ કરી.

પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે તે મલકાપુર શહેરની રહેવાસી છે અને તે તેના સાથી સાથે ભીખ માંગવા માટે જલગાવ ગઈ હતી. તે ઓટોમાં બસ સ્ટેન્ડ જવા નીકળી હતી. પરંતુ ઓટો ચાલકે ફોન પર કોઈને કહ્યું કે તેની ઓટોમાં એક મહિલા બેઠી છે જે બાળક ચોરવા આવી છે. અને 8 થી 10 લોકો ભેગા થઈ ગયા અને રસ્તા વચ્ચે મહિલાને માર માર્યો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો મહિલાના વાળ પકડીને તેને મન ફાવે તેમ માર મારી રહ્યા છે. બીજી બાજુ મહિલા પોતાને બચાવવાનો ખૂબ પ્રયાસ કરી રહી છે, પરંતુ તે આ ભીડમાંથી નીકળી શકતી નથી. માર મારીને આ મહિલાને ઓટોમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પીડિત મહિલા ફરિયાદીના આધારે પોલીસે આઠ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીડિત મહિલાના વડાએ પોલીસને ચેતવણી આપી હતી કે જો આરોપીઓ સામે કાર્યવાહી ન થાય તો સમગ્ર મહારાષ્ટ્રમાંથી મહિલાઓ બોલાવીને આંદોલન કરશે.

અગાઉ પણ મહારાષ્ટ્રના સાંગલી માં બાળક ચોરીની શંકામાં ચાર સાધુઓને ઢોર માર માર્યો હતો. આ સાધુ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. અને તે વિજાપુર થી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા, પોલીસે જણાવ્યું કે પંઢરપુર જતા સમયે સ્થાનિક લોકોએ તેને રોક્યા અને અમુક પ્રશ્નો પૂછ્યા પરંતુ ભાષાના કારણે એકબીજાને સમજી ન શક્યા અને લોકોને શંકા ગઈ કે આ બધાએ જ બાળકોનું અપહરણ કર્યું છે. અને માર મારવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *