દીકરીના લગ્ન થયાના 24 કલાકમાં જ દીકરીની અર્થી ઊઠી ! – સવારે બાથરૂમમાં ન્હાવા ગઈ અને બાથરૂમમાં જ… ઓમ શાંતિ

ઘણી વખત તમે એવી ઘટના સાંભળી હશે જે જાણીને તમે ચોકી જતા હશો. હાલ એક એવી જ ઘટના બની છે. આ ઘટનામાં લગ્ન થયા બાદ દુલ્હન સાથે કંઈક એવું બન્યું કે પરિવારમાં માતમ છવાઈ ગયો. પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે દુલ્હન સાથે આવું થઈ શકે. ઘણા લોકોને ઘરે બાથરૂમમાં ગરમ પાણી માટે ગીઝર રાખતા હોય છે. આ ગીઝર ખૂબ જ ઉપયોગી છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે તમારા માટે જોખમ બની શકે છે.

આ ઘટનાની વાત કરીએ તો 26 જાન્યુઆરીના રોજ વૈશાલી નામની યુવતીએ લગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ દુલ્હન મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાગૃતિ વિહાર સોસાયટી સાસરિયામાં આવી હતી. આ દુલ્હન ના લગ્ન પારસ કુમાર નામના યુવક સાથે થયા હતા.

27 જાન્યુઆરીના રોજ વૈશાલીને વિદાય આપવામાં આવી હતી અને વિદાય બાદ તે પોતાના સાસરે પહોંચી હતી. અહીં શનિવારના રોજ વૈશાલી સવારે નાહવા માટે બાથરૂમમાં જાય છે અને ત્યાં તેની સાથે એક ઘટના બને છે જેથી તેનું દર્દનાક મોત થાય છે.

માહિતી અનુસાર બાથરૂમમાં લાગેલા ગીઝર માંથી ગેસ લીકેજ થતો હતો. જેના કારણે વૈશાલી નો ઘણો સમય સુધી શ્વાસ બંધાયો હતો. દુલ્હન ના ન્હાવા ગઈ તેનો ઘણો સમય થઈ ગયો છતાં પણ તે બાથરૂમની બહાર ન આવી. તેથી પરિવારના દરેક લોકો ચિંતામાં આવી ગયા. ઘરના તમામ સભ્યો વૈશાલીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ પરિવારને લોકોએ જ બાથરૂમનો દરવાજો તોડ્યો અને અંદર ગયા.

લોકોએ અંદર જોયું કે વૈશાલી બાથરૂમમાં બેભાન હાલતમાં હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલના ડોક્ટરોએ વૈશાલીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી. આ વાતની ખબર પરિવારને થતા જ લોકોના હોશ ઉડી ગયા. ત્યારબાદ પરિવારના સભ્યો વૈશાલીનો મૃત દેહ ઘરે લાવ્યા.

સમગ્ર ઘટનાને લઇ વૈશાલીના ભાઈએ જણાવ્યું કે ગીઝરમાંથી ગેસ લીકેજ થવાના કારણે મારી બહેનનું મૃત્યુ થયું છે. લગ્ન થયા હોવાના કારણે શનિવારના રોજ પૂજા પણ રાખવામાં આવી હતી. હજુ તો કાલે જ તેના લગ્ન થયા હતા અને આજે ઘરમાં માતમ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *