કોણ છે ખજૂર ભાઈ નો પહેલો પ્રેમ અને ક્યાં થઈ હતી પહેલી મુલાકાત? – જાણો ખજૂર ભાઈની રસપ્રદ કહાની

ગુજરાતના કિંગ તરીકે ઓળખાતા એવા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની. જે ખજૂર ભાઈ આજે તે ગુજરાતના કિંગ તરીકે ઓળખાય છે. જે લોકોની ખૂબ સેવા કરી રહ્યા છે. તે પોતે એક કોમેડી વિડીયો બનાવે છે અને youtube પર અપલોડ કરે છે. જે youtube ચેનલ પર ખજૂર ભાઈ ને લાખો લોકોનો પ્રેમ મળી રહ્યો છે. એ સાથે વાના કાર્યો પણ કરી રહ્યા છે. ત્યારે હાલ એક નવી ખુશખબરી મળી રહી છે કે નીતિનભાઈ જાની અને મીનાક્ષી દવે ની સગાઈ કરી છે. બધા લોકોને મનમાં સવાલ થાય છે કે આ કઈ રીતે મળ્યા હશે? તેની લવ સ્ટોરી શું હશે?

મીનાક્ષી ને ખજૂર ભાઈ કેવી રીતે મળ્યા? પહેલા પ્રપોઝ કોને કર્યો? આ બધા સવાલ તમારા મનમાં ગુંજાઈ રહ્યા છે ચાલો અમે તમને આ તમારા બધા સવાલોના જવાબ આપીશું.

તે પહેલા વાત કરીએ મીનાક્ષી દવેની જે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમના પિતા સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. જ્યારે તેમની માતા ઘર કામ કરે છે.આ ઉપરાંત કિંજલ દવેની ત્રણ બહેન છે અને એક ભાઈ પણ છે.

મીનાક્ષી દવેની વધારે વાત કરીએ તો તેનું ભણતર બેચરલ ફાર્મસીમાં કરેલું છે. તે ચોથા ધોરણની હોસ્ટેલમાં રહેતા હતા અને તેને હોસ્ટેલમાં રહેવું જરા પણ પસંદ ન હતું પરંતુ ધીમે ધીમે તેઓ હોસ્ટેલ લાઈફમાં સેટ થતા ગયા. હાલ તે પોતાની અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદ જોબ કરી રહ્યા છે.

બીજી તરફ જોવા જઈએ તો નીતિનભાઈ જાની તેઓએ બીકોમ બાદ ગ્રેજ્યુએશન અભ્યાસ કર્યો છે પેહલા IT માં નોકરી પણ કરતા હતા પરંતુ તેને 70000 પગાર નોકરી મૂકીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ ચાલુ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું.

ખજૂર ભાઈ કોમેડી youtube ચલાવી રહ્યા છે. નીતિનભાઈ મીનાક્ષી સાથે કઈ રીતે કોન્ટેક માં આવ્યા હતા. ચાલો તમને જણાવીએ કે નીતિનભાઈ જાની સાવરકુંડલા દોલતી ગામે સેવાના કાર્ય ગયેલા હતા જ્યાં અંધ દાદીમાનું ઘર બનાવી આપ્યુ હતો.

ત્યારે બધા ગામના લોકોએ નીતિનભાઈ ને રૂબરૂ જોયા અને ઘણા લોકોને તેની સાથે ફોટા પણ પડાવ્યા લાગ્યા હતા. ત્યારે મીનાક્ષી દવે પણ ત્યાં હતા પરંતુ તે સમય દરમિયાન કંઈ હતું નહીં. પછી થોડા સમય પસાર થતા ગયો.

ખાંભા નજીક હનુમાન નગરમાં આવેલા હનુમાન મંદિર જાનીના પરિવાર આવ્યા હતા અને મીનાક્ષી દવેના પરિવાર પણ આવ્યા હતા તે સમય દરમિયાન બંને પરિવાર તરફથી નંબર આપ-લે થયો હતો.

તે સમયે દરમિયાન નિતીન જાનીના મમ્મી ને મીનાક્ષી નો સ્વભાવ ખૂબ ગમી ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે બંને પરિવાર સાથે વાતચીત શરૂ થઈ કોઈને પણ ખ્યાલ નહોતો કે મીનાક્ષી નીતિનભાઈ ની લાઈફ પાર્ટનર બનશે.

આ સમય બાદ નિતીન જાણીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માંગુ નાખ્યું આ વાત સાંભળીને મીનાક્ષી ખુબ ખુશ થઈ ગઈ હતી. એક પણ વિચાર્યા વગર તેને સંબંધ માટે હા પાડી દીધી હતી.

જોવા જઈએ તો મીનાક્ષી માટે આ ખૂબ મોટી ખુશખબરી હતી. મીનાક્ષી પોતાની જાતને ખૂબ નસીબદાર ગણે છે. નીતિનભાઈ જાની સાથે નક્કી થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *