આ કયું રાષ્ટ્રગીત છે કોંગ્રેસવાળાઓ? કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ખોટુ રાષ્ટ્રગીત વાગતા ટ્રોલ થયા રાહુલ ગાંધી, રાહુલે કહ્યું કઈ ને વાગ્યું કંઈક બીજું – જુઓ વિડીયો

રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં કંઈક એવું થયું કે જોઈને તમે પણ હસી પડશો. આ યાત્રા હાલમાં મહારાષ્ટ્ર આવી પહોંચી છે અને હવે રાહુલ ગાંધી ઠેકાણે ઠેકાણે રેલીઓ કરી રહ્યા છે. પરંતુ આ દરમીયાન રાહુલ ગાંધીની યાત્રાનો એક વિડીયો સામે આવે છે જેને લઇને રાહુલ ગાંધી ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે અને ભાજપના નેતાઓના નિશાને આવ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં રાષ્ટ્રગીત ના બદલે ભૂલથી કોઈ બીજું ગીત વાગી ગયું. જેના લીધે રાહુલ ગાંધીની ભાજપ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ભાજપના લગભગ તમામ મોટા નેતાઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર ભાજપના નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે, હવે રાષ્ટ્રગીત વાગશે. પરંતુ ત્યારા બાદ રાષ્ટ્રગીતના બદલે કોઈ બીજુ જ ગીત વાગવા લાગે છે. આ સાથે જ રાહુલ ગાંધી ભારોભાર નારાજ જોવા મળે છે. ભાજપ નેતાઓ આ ઘટનાને કોમેડી સર્કસ ગણાવી રહ્યાં છે.

શું હતી આખી ઘટના?
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે અને ભાજપના નેતાઓ ભારે શેર કરી રહ્યાં છે. લોકો રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. આ વીડિયોને લઈને સવાલ ઉભા થયા હતાં પરંતુ થોડા જ સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, સાચે જ ભૂલથી થોડી સેકન્ડ માટે રાષ્ટ્રગીતની જગ્યાએ બીજુ ગીત વાગી ગયુ હતું. હકીકતમાં તો રાહુલ ગાંધીનું ભાષણ પુરૂ થયા બાદ રાષ્ટ્રગીત વગાડવાનું હતું. તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી, પરંતુ ભુલથી બીજુ ગીત શરૂ થઈ ગયું હતું. જોકે થોડી જ સેકન્ડ બાદ આ ભૂલને સુધારી લેવામાં આવી હતી અને રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જીલ્લામાં બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *