ક્યાં છે માનવતા…? ભાઈ મૃત્યુ પામેલી બહેનના મૃતદેહને મજબૂરીમાં બાઈક પર લઈ ગયો…જુઓ વાઇરલ વિડીયો

હાલ એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિડિયો સામે આવ્યો છે. વારલ થયેલો વીડિયો જોઈને તમે પણ ધ્રુજી જશો. આ વીડિયોમાં ભાઈ પોતાની બહેનના મૃત દેહ ને બાઈક પર ઇમર્જન્સીમાં લઈ જતો હતો. આજરોજ સવારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો. વીડિયોની વાત કરીએ તો યુવકની બહેન અભ્યાસ કરતી હતી.

ગુરૂવારના રોજ સાંજે પરીક્ષામાં ફેલ થવાના ડરના કારણે યુવતીએ ગળો ફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી દીકરી ને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવી પડી હતી. સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો અને દીકરીનું મોત થતા પરિવારજનો માં માતમ છવાઈ ગયો. હોસ્પિટલ મેનેજમેન્ટને આ મૃત દેહ ઘરે લઈ જવા માટે પણ કહ્યું હતું.

હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા મૃતદેહ લઈ જવા માટે શવ વાહન આપવામાં આવ્યો હતો. મજબૂરીમાં ભાઈ પોતાની બહેનના મૃત દેહને બાઈક પર 5 કિલોમીટર સુધી લઈ ગયો. ખાસ વાત તો એ છે કે ભાઈ પોતાની બહેનના મૃત દેહને ઘરેથી સીધો પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં તેણે જાણ કરી કે તેની બહેનને સુસાઇડ કર્યું છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના ઉત્તર પ્રદેશની હોવાની સામે આવ્યું છે. મૃત્યુ પામેલ યુવતીનું નામ નિરાશા હતું અને ઉંમર 16 વર્ષ હતી. સમગ્ર ઘટનાને લઇ યુવતીના ભાઈએ જણાવ્યું કે તેની બહેન પેપર આપવા માટે ગઈ હતી. પેપર આપીને જ્યારે ઘરે આવી ત્યારે ખૂબ જ પરેશાન હતી. કારણ માત્ર એટલું જ હતું કે તેનું પેપર સારું ગયું ન હતું. થોડા દિવસોમાં પરીક્ષાનું રિઝલ્ટ આવશે તેવા સમાચાર મળતા બહેનને ડર લાગ્યો કે તે ફેલ થઈ જશે.

તેથી તે થોડીક વાર પછી ઊભી થઈને પોતાને રૂમમાં ગઈ જ્યાં તેણે લાંબા સમય સુધી રૂમની બહાર જ ન આવી. જ્યારે તેનો ભાઈ રૂમમાં ગયો ત્યારે તે પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળે. પરંતુ તેનો શ્વાસ ચાલતો હતો અને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારના રોજ સવારે બહેને પોતાનો જીવ ગુમાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *