આવી હિંમત ક્યાંથી આવે છે? કેટલાક યુવકોએ સ્કૂલના ના બાળકને પટ્ટેથી એવો માર્યો કે…જુઓ વિડીયો

શું સ્કૂલે ભણવા જતા છોકરાઓમાં એટલી હિંમત હોય છે કે તે કોઈ માસુમ છોકરાને એટલી હદે માર મારે કે તેની હાલત ખરાબ થઈ જાય. મિત્રો તમે અવારનવાર સોશિયલ મીડિયા પર મારામારીના ઘણા વિડીયો જોયા હશે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વિડિયો વાયરલ થયો છે. સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીએ નાની એવી વાતમાં બીજા વિદ્યાર્થીને પટ્ટેથી માર માર્યો.

વીડિયોમાં તમે જોઈ શકો છો બે મિત્રો ભેગા મળીને એક માસુમ વિદ્યાર્થીને મારી રહ્યા છે. આ વિડીયો બલિયા જિલ્લાના જલાલપુર નો હોવાનો સામે આવ્યું છે. જેમાં કેટલાક યુવકો એક સ્કૂલના બાળકને ઢોર માર મારી રહ્યા છે. એક વિદ્યાર્થી બેલ્ટ કાઢીને માર મારવા લાગે છે. ત્યારે સાયકલ પર તેનો એક ફ્રેન્ડ આવે છે અને તેને રોકે છે.

શું હવે આપણા સમાજમાં કાયદો અને વ્યવસ્થા એટલી નબળી પડી ગઈ છે કે આટલા નાના વિદ્યાર્થીઓ આટલી હદે પહોંચી જાય. શું આ વિદ્યાર્થીને પોલીસનો કોઈ ડર જ નહીં હોય? આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *