“આપે ઈ આઈ, માંગે ઈ બાઈ” માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે અને માં મોગલ તો અઢારે વરણ ની માં મોગલ કહેવાય છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે અથવા મોટી મુશ્કેલી છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને કહેવાય છે કે આજદિન સુધી મોગલ માં ના દરબારમાં થી કોઈ ભક્તો દુઃખી થઈ ને નથી ગયું.
માં મોગલ ઉપર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે અને માં મોગલ બધાના જ કામ કરે છે. જો તમે સાચા દિલથી માનતા માનો છો તો માં મોગલ રાજી થઈ જશે. સાથે ભક્તોનું જીવન પણ ધન્ય થઈ જાય છે. તમે બહુ બધા પાસેથી સાંભળ્યું હશે કે માં મોગલ આજ દિન સુધી લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે. તેમજ આજે તમને એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માં મોગલ નો ભક્ત છે અને તેને માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમા આવેલા માં મોગલ ધામ મંદિર આવી પહોંચ્યા હતો.
પરિવારે માનતા રાખી હતી કે જો મારા ઘરે બાળકનો જન્મ થશે તો હું તમને સોનાનું છત્ર અર્પણ કરીશ. માનતા રાખી તેના થોડાક સમય બાદ મોરબીના આહીર પરિવારમાં માં મોગલના આશીર્વાદથી બે જુડવા દીકરીઓનો જન્મ થયો હતો. ઘરે એક સાથે બે દીકરીઓનો જન્મ થતાં આહિર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
માં મોગલનો અદભુત પરચો જોઈને પરિવારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પછી આહીર પરિવાર પોતે માનેલી માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ મોગલ ધામ આવી પહોંચ્યું હતું. અહીં આવીને પરિવારે માં મોગલના ચરણમાં સોનાનું છત્ર અર્પણ કર્યું હતું.
કાબરાઉ ધામ પર બિરાજમાન મણિધર બાપુએ સોનાનું છત્ર લઈને પરિવારના સભ્યોને પાછું આપી દીધું હતું મણિધર બાપુએ કહ્યું તમારી માનતા પૂરી થઈ ગઈ. અને પછી મણીધર બાપુએ આહિર પરિવારને સોનાનું છત્ર પાછું આપ્યું ત્યારે પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાર પછી બાપુએ પરિવારના તમામ સભ્યોને કહ્યું કે, માં મોગલ તો બધાને આપનારી માં છે.
માં મોગલ પાસે તો બધું છે. માં મોગલ ને સોના ચાંદીની જરૂર નથી. માં મોગલ ને તો સાચા શ્રદ્ધા અને ભાવની જરૂર છે. માં મોગલ તમારા પરિવારની રક્ષા કરશે. મણીધર બાપુએ કહ્યું કે સાચા મનથી રાખવામાં આવતી દરેક મનોકામના માં મોગલ જરૂર પૂર્ણ કરશે.