જેનો ડર હતો એ જ થયું! ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટ BF.7ની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટ BF.7 ની એન્ટ્રી થઇ છે. જેમા વડોદરા અને અમદાવાદમાં એક-એક કેસ નોંધાયો છે. જેમા વડોદરામાં આવેલી NRI મહિલામાં કોરોનાનો કેસ સામે આવ્યો છે. જેમાં મહિલાનો ઓમિક્રૉન BF.7વેરિયન્ટનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે

સત્તાવાર સૂત્રો અનુસાર ચીની શહેર વર્તમાનમાં વધુ સંક્રામક ઓમિક્રોન સ્ટ્રેનની ઝપેટમાં છે, મોટા ભાગના BF.7 જે બેઇજિંગમાં ફેલનાર મુખ્ય વેરિએન્ટ છે. જેના કારણે ચીનમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

ચીન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારને પત્ર લખી નિર્દેશ જાહેર કર્યો છે. કોરોનાના નવા કેસના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચન કર્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ પર નજર રાખવા આદેશ કર્યા છે.

ઝડપથી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રાખે છે BF.7
જેમ ચીનમાં કોવિડની સ્થિતિ સ્પષ્ટ છે કે BF.7, ત્યાં ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ઓમિક્રોન BF.7 લોકોને જલદી શિકાર બનાવવાની તાકાત રાખે છે, જેના લક્ષણ પણ સંક્રમિત થયા બાદ જલદી જોવા મળે છે, જેનાથી લોકો સરળતાથી સંક્રમિત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *