20 વર્ષની તુનિષા શર્મા સાથે શીઝાન મોહમ્મદ ખાને એવું શું કર્યું કે તુનિષાને સુસાઇડ કરવું પડ્યું ? વિડીયો આવ્યો સામે…

મોટા પડદા પર કામ કરતી અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યા કેસ મામલે કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાનને ચાર દિવસ પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી ધારા 306 આત્મહત્યા માટે કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે.

હાલ તુનીશા શર્માનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે તેના બોયફ્રેન્ડ શિજાન મોહમ્મદ ખાન સાથે જીમ કરી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો તુનિશા શર્મા એક્સરસાઇઝ કરી રહી છે અને પાછળથી શિજાન મોહમ્મદ તેને કમરે પકડીને તેને ઉંચી કરી થયો છે. તુનિષા શર્માએ સુસાઇડ કર્યું તેના છ કલાક પહેલા તુનિશાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો હતો જેમાં તે મેકઅપ કરી રહી હતી. છ કલાકમાં એવું તો શું થયું કે તુનિષાએ તેના સેટ પર જ ફાંસીએ લટકીને સુસાઇડ કરી લીધુ. હાલમાં આ ઘટનાને લઇ તુનિશાના કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે.

સવારે હજુ અભિનેત્રીએ મેકઅપ કરતી સ્ટોરી અપલોડ કરી હતી અને છ કલાક પછી તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો. હવે આગળના ચાર દિવસ એટલે કે 28 ડિસેમ્બર સુધી અભિનેત્રીના બોયફ્રેન્ડ ની પૂછપરછ કરવામાં આવશે. રવિવારે એસીપી ચંદ્રકાંત જાદવે તુનિશા શર્મા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં જણાવ્યું હતું કે મોતનું કારણ ફાંસી છે. હજુ સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ સતત શિજાન મોહમ્મદ ખાનની પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *