PM મોદીના રોડ શો દરમિયાન ફૂલોના વરસાદ માં અચાનક મોદી પર આ શું ફેંક્યું લોકોએ ? – જુઓ વિડીયો

નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 54 કિલોમીટરનો રોડ શો આજે પૂર્ણ થયો. આ રોડ શો માં બધી બાજુ રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શો માં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

ફૂલોના વરસાદ વચ્ચે આવ્યું કંઈક આવું !
રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકો ગુલાબની પાંખડીઓ અને ફૂલોનો વરસાદ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ કાપડ જેવી વસ્તુ વડાપ્રધાન મોદી તરફ આવી હતી. મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો આ કાપડ નો કટકો વડાપ્રધાન મોદીના હાથને અડીને વાહનના આગળના ભાગમાં પડ્યો હતો.

હાલમાં જ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિધાનસભાના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *