મગર એવો પ્રાણીઓમાં આવે છે કે જેના નજીક જેવા ની વાત તો દૂર લોકો તેને ખુલ્લામાં જોઈને પણ ભાગી જાય છે. તમે તેની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકો કે તેઓ પાણીની અંદર સિંહ સાથે પણ હરીફાઈ કરી શકે અને માત્ર હરીફાઈ જ નહીં પરંતુ તેમને પોતાનો શિકાર પણ બનાવી શકે. તો મિત્રો તમે કલ્પના કરો કે માનવીઓની શું હાલત થાય? તેથી લોકો મગરની નજીક જતા ડરે છે. ભારતમાં સામાન્ય રીતે મગર ખુલ્લા જોવા મળતા નથી. હાલમાં મગરનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે લોકો ચોકી જશો.
આ વીડિયોમાં એક માણસ એક વિશાળ મગરમચ્છને પંપાળતો જોવા મળે છે, પરંતુ આ દરમિયાન મગર જેમ જ પાછળ ફરીને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, તે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદીના કિનારે એક વિશાળકાય મગર આરામથી બેઠો છે અને એક વ્યક્તિ તેને પ્રેમથી પંપાળી રહ્યો છે, પરંતુ તેણે મગરની પીઠ પર માત્ર 3-4 વાર જ હાથ ફેરવ્યો કે મગર અચાનક ગુસ્સે થઈ ગયો અને તેને મારવાની કોશિશ કરી. તેના પર હુમલો કરવાની કોશિશ કરે છે. આ મગર એટલો વિશાળ હતો કે તે વ્યક્તિને પળવારમાં જ ખાઈ શકતો હતો. જો કે મગરે તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડ્યું છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ નજારો એવો છે કે તેને જોઈને કોઈના પણ રુંવાટા ઉભા થઈ જાય.
આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ત્યારે ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, આ ખૂબ જ ખતરનાક સ્પર્શ હતો. તો બીજા વ્યક્તિએ લખ્યું કે ‘વ્યક્તિ લગભગ મરી જ જવાનું હતો ‘. ઘણા લોકો કહે છે કે આ વ્યક્તિ મૂર્ખ છે કારણકે તેને કોઈપણ વિચાર્યા વગર મગજની નજીક જવાની ભૂલ કરી.