સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા એક્સિડન્ટ થતા હોય છે. અને તેના વિડીયો પણ વાયરલ થતા હોય છે. ઘણા અકસ્માત એવા હોય છે કે આપણે જોઈને બે ઘડી શ્વાસ રૂકી જાય. ત્યારે હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જણની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં બે છોકરીઓ અલગ અલગ સ્કૂટી પર જોવા મળે છે. આ બંને છોકરીઓ સામ સામે અથડાય છે જેથી બંને જમીન પર પડી જાય છે અને પછી તો એવું થયું કે…
એક છોકરી સ્કૂટી પર સીધા રોડ પર જઈ રહી છે. અને બીજી છોકરી તેની સ્કુટી સાથે સાંકડા રસ્તા પરથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બંનેમાંથી એક પણ બ્રેક લગાવતી નથી. જેના કારણે બંને સ્કુટી સામસામે અથડાઈ જાય છે અને બંને જમીન પર પડી જાય છે. અને એ જ સમયે પાછળથી ટ્રક આવતો હોય છે જે ટ્રક રેતી ભરેલો હોય છે. ટ્રક ડ્રાઈવર છોકરીઓને બચાવવા ટ્રકનું સ્ટેરીંગ તાત્કાલિક ધોરણે ફેરવી નાખે છે.
અચાનક સ્ટેરીંગ ફેરવાના કારણે ટ્રક બેકાબૂ થઈ જાય છે અને પલટી ખાઈ જાય છે. જેથી ટ્રકમાં ભરેલી બધી રહેતી છોકરીઓ પર ઢોળાય છે. જેના કારણે એક છોકરી સંપૂર્ણ રીતે રેતી નીચે દબાઈ જાય છે. આ સમગ્ર ઘટના નજીકના કેમેરામાં કેદ થઈ હતી.
વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે જ કહો કે આમાં કોનો વાંક હતો?