સુરત
સુરતની વાત કરીએ તો, ઓલપાડમાં 59.04, માંગરોળમાં 60, માંડવીમાં 64.25, કામરેજમાં 60, સુરત ઇસ્ટમાં 62.9, સુરત નોર્થમાં 55.32, વરાછામાં 55.63, કરંજમાં 49.53, લિંબાયતમાં 51.5, ઉધનામાં 55.69, મજુરામાં 55.39, કતારગામમાં 52.55, સુરત વેસ્ટમા 60.04, ચોર્યાસિમાં માં 54.04 ,બારડોલીમાં 60.21, મહુવામાં સૌથી વધારે 71.36% મતદાન નોંધવામાં આવ્યું છે.
માહિતી અનુસાર જાણવા મળ્યું છે ગુજરાતમાં પહેલું ઇવીએમ મશીન વાપીના 193 નંબરના બુથ પર ખોટવાયુ હતું. આ વાતની જાણ જિલ્લા ચૂંટણી અધિકારીની ટીમને થતા જ ઘટના સ્થળે પહોંચી ઇવીએમ બદલ્યું હતું. દરેક જગ્યાએ મતદાન મથકના ગેટ ખુલતા ની સાથે જ મતદારોએ દોટ મૂકી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ 8 ડિસેમ્બરના રોજ ખુલશે.
દક્ષિણ ગુજરાત
કેટલા ટકા મતદાન થયું એ વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 64.40 ટકા મતદાન થયું છે જ્યારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા નોંધાયું છે.
સૌરાષ્ટ્ર કચ્છ
સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠક પર શાંતિથી મતદાન પૂર્ણ થયું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં 54 બેઠક પર સંભવિત 54 પણ 53 ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં 60.46 ટકા અને સૌથી ઓછું ભાવનગરમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે