ગુજરાતી અંદર અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જે આખી દુનિયામાં આકર્ષિત કેન્દ્ર બન્યું છે.ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પુરી દુનિયામાં સનાતન ધર્મની મહંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે પ્રમુખસ્વામી મહારાજના અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલન નું આયોજન થયું હતું. અમે તમને જે જણાવવા જઈ રહ્યા છે તે એક ગૌરવની વાત છે જે માં 250 કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાના મુખ્ય મેહમાન ઉપસ્થિત રહ્યા હતા.

આજના શુભ સવારના 9 વાગ્યાના સમય પર નગરના મુખ્ય દ્વાર પાસે શાંતિ અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું અને તે પછી સર્વે સંતોએ શોભાયાત્રા સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજને વિશાળ પ્રતિમા સામે પહોંચ્યા.

તેમજ આજ સાંજે સભામાં BAPS ના સંગીત દ્વારા ભક્તિ સંગીત અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં BAPSના પુણ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું.

ભારતીય આચાર્ય સભાના પ્રમુખ, પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું,
પહેલા પ્રમુખસ્વામીને મારા પ્રણામ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ગુજરાતની ભૂમિ પર સાધુ સંતના ચરણકમળથી પાવન થઈ છે. ક્યારે આપણા સમયમાં ગુલામીના સમયમાં અનેક મંદિરોનો વિનાશ કરવામાં આવ્યો હતો તો પણ હિન્દુ નું ધર્મનું રક્ષણ થયું છે કારણ કે તેનું મુખ્ય રક્ષણ ખુદ ભગવાન અને પધારેલા સાધુ સંતો કરી રહ્યા છે.