કેદારનાથ મંદિર માં પ્રપોઝ ના વિડિઓ બાદ વધુ એક શરમજનક ઘટના સામે લોકોએ દર્શવયો વિરોધ

આપ સૌ લોકો જાણો છો કે થોડા સમય પહેલા જ કેદારનાથ મંદિરમાં પ્રપોઝ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં લોકો એ ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો આવો જ એક વિડીયો કેદારનાથ જેવા પવિત્ર ધામમાં પરિવાર સામે આવ્યો છે આ વીડિયોમાં પત્ની માંગમાં પતિએ સિંદૂર ભરી પત્ની હસીને તેના ચરણસ્પર્શ કર્યા હતા. આ વિડીયો instagram પર દિપક બગોરા નામના યુઝરે સાત દિવસ પહેલા શેર કર્યો હતો.

જેમાં પતિ પત્નીની જોડી કેદારનાથ મંદિરની સામે જોવા મળી રહી છે જોકે કેદારનાથની વહીવટી સમિતિએ પ્રપોઝ નો વિડીયો ના વિરોધ બાદ સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ ઘણા લોકો આ વાત પર વિરોધ ઉઠાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે અનેક લોકો કેદારનાથના મંદિર પર રીલ્સ કે વિડીયો બનાવતા જોવા મળે છે. આ કારણથી જ વિડિયો કે રીલ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ પોલીસને પત્ર લખીને રિલ્સ બનાવવા પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જેથી કરીને કેદારનાથ જેવી પવિત્ર જગ્યા પર લોકો અપવિત્ર વિડીયો કે રિલ્સ ના બનાવે જેથી કરીને કોઈની ભાવનાને ઠેસ ના પહોંચી શકે ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યારે ઘણી જગ્યાએ આ વીડિયોને લઈને ઘણા બધા વિરોધ જોવા મળી રહ્યા છે લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે મહાદેવ આમને સદબુદ્ધિ આપે આપ સૌ લોકો જાણો છો કે થોડા સમય પહેલા જ કેદારનાથ મંદિરમાં યુવક અને યુવતી દ્વારા પ્રપોઝ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

જેના લઈને અનેક લોકોએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો. કેદારનાથ મંદિરમાં કપાટ ખૂલતાની સાથે જ અનેક શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરવા માટે પહોંચે છે તેની સાથે સાથે વીડિયોમાં તથા રિલ્સમાં પણ વધારો થાય છે લોકો કેદારનાથ મંદિર સાથે ની પળો ને કેદ કરીને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રીલસ કે વિડીયો બનાવા વાળા ઉપર પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *