ડાયરાના ખૂબ જ લોકપ્રિય કલાકાર ઉર્વશી રાદડિયા નું નામ આવતા જ પૈસાનો વરસાદ થવા લાગે છે. ગુજરાતમાં હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહ સમારોહ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉર્વશી રાદડિયા ના ડાયરા નું આયોજન પણ થયું હતું. ઉર્વશી બેન રાદડિયા ઉપર પૈસાનો પૈસાનો એટલો વરસાદ થયો કે આખું સ્ટેજ ખીચો ખીચ ભરાઈ ગયું.

ઉર્વશી રાદડિયા દુબઈ જતા એરપોર્ટ ઉપરથી તેમની તસવીરો શેર કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ તેમની સાથે કિંજલ દવે પણ જોવા મળી હતી. જણાવ્યું હતું કે વેકેશન મનાવવા માટે અમે દુબઈ જઈ રહ્યા છીએ. દુબઈ પહોંચીને ઉર્વશીએ ઘણી શાનદાર તસવીરો શેર કરી હતી.

ગઈકાલે વુમન્સ ડે ના અવસર ઉપર ઉર્વશી બેને દુબઈની અંદર કેટલાક સ્થળો ઉપર પોઝ આપતા ફોટો શેર કર્યા. મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો ઉર્વશી રાદડિયા સફેદ ટોપ અને જીન્સમાં જોવા મળે છે. તેની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

ગુજરાતના લોકપ્રિય કલાકારમાં ઉર્વશી રાદડિયા અને કિંજલ દવેનું ખૂબ જ નામ છે. જેના દાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને તેના અવાજમાં રમઝટ જામી જાય છે.
ઉર્વશી તેમના કાર્યક્રમોની ઝાંખી પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા બતાવતા હોય છે. સોશિયલ મીડિયા દ્વારા જ તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. પરંતુ હાલ તો ઉર્વશી દુબઈની અંદર છે. તેમની આ તસવીરો જોઈ ચાહકોને પ્રેમ મળી રહ્યો છે.
ઉર્વશીએ એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં દુબઈનું શાનદાર રણ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો ઉર્વશી પણ દુબઈમાં રણ સફારી નો આનંદ માણી રહી છે. આ શહેર જ એવું છે જ્યાં કોઈ પણ લોકો પીગળી જાય.