ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ના હવે અમુક જ દિવસો બાકી છે ત્યારે ભાજપએ ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારો નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ હાઈ કમાન્ડ સાથે મુલાકાત કરવા દિલ્હી રવાના થયા છે.
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે જ્યારે ગુજરાતની ચૂંટણીની જાહેરાત હજુ થઈ નથી. હિમાચલ પ્રદેશ માં 12 નવેમ્બરે મતદાન છે અને 8 ડિસેમ્બરે પરિણામ છે. આમ જોવા જઈએ તો આઠ ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલ ના પરિણામ જાહેર થવાની શક્યતા છે. પરંતુ તેટલામાં જ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાઇ કમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ દિલ્હીમાં સાથેની બેઠકમાં ગુજરાતની ચૂંટણી મુદ્દે ચર્ચાઓ કરશે અને ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરશે.
શા માટે જાહેર ન થઈ ગુજરાતની ચૂંટણી?
ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર ન થવા પાછળનું કારણ રાજકીય નિષ્ણાતો કહે છે, ગુજરાતમાં હજી ઘણા બધા સરકારી કાર્યક્રમો બાકી છે. જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવો સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.