ઉર્ફી જાવેદને તો તમે ઓળખતા જ હશો. ગમે તેટલી મુશ્કેલીઓ આવે આગળ વધો આ એક જ મંત્ર ઉર્ફે અનુસરે છે. તે ઘણી વખત એવા કપડાં પહેરે છે જેના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ તેને પોતાની ડ્રેસીંગ સ્ટાઇલ બદલવાની ભાન જ નથી પડતી. ફરી એકવાર ઉર્ફીએ એવો કપડાં પહેર્યા છે જેનાથી તેને મુશ્કેલીનું આમંત્રણ આવ્યું છે.
ઉર્ફી અતરંગી કપડાં પહેરીને શેરીમાં બહાર નીકળી જાય છે આટલું જ નહીં કેટલાક લોકોએ ઉર્ફી વિરુદ્ધ ખુલ્લા કપડાં પહેરવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આ વખતે ઉર્ફી દેશની જનતાના નહીં પરંતુ દુબઈ સરકારના નિશાના પર છે. ઉર્ફી છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં છે. તે તેના આગામી પ્રોજેક્ટ ના શૂટિંગ માટે દુબઈ ગઈ છે. ત્યાં ઉર્ફીએ એવા કપડાં પહેર્યા કે તેને દુબઈના નિયમોનું ભાન જ ન રહ્યું અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ.
ઉર્ફીએ દુબઈમાં તેના instagram માટે સેલ્ફ મેડ આઉટફીટમાં એક વિડીયો શુટ કર્યો હતો. દુબઈના લોકોને ઉર્ફી નો આઉટફીટ એકદમ ખરાબ લાગ્યો. ઉર્ફીના આઉટ ફીટમાં કોઈ વાંધો ન હતો પરંતુ ઉર્ફીએ ખુલ્લા વિસ્તારમાં તેનો વિડીયો શુટ કર્યો હતો જે દુબઈના નિયમ વિરુદ્ધ છે. અને તે જગ્યા પર આવા કપડાં પહેરીને શૂટિંગ કરવાની મંજૂરી નથી. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે દુબઈ પોલીસ હાલમાં ઉર્ફીની પૂછપરછ કરી રહી છે.