એક સાથે બે ઋતુ! જાણો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે સાથે 15 ઓક્ટોબર સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદ વરસી શકે છે. અને બે ઋતુની વાત કરીએ તો બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ તમને જોવા મળશે.

આંધ્ર પ્રદેશમાં સરક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આજે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડમાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. પરંતુ સાથે સાથે ડાંગર અને કેળાના પાકને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ચાર અથવા તો પાંચ દિવસ હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણમાં કોઈ વરસાદની સંભાવના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *