બોલીવુડ જગતમાં હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સોની સબ ટીવીમાં ‘અલીબાબા દાસ્તાને કાબુલ’ સીરીયલ પર કામ કરતી એક્ટ્રેસ તુનિષા શર્માએ આપઘાત કરી લીધો છે. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. તુનિષા શર્માની ઉંમર માત્ર 20 વર્ષની જ હતી.

તુનિષા શર્માએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ભારત કા વીર પુત્ર, મહારાણા પ્રતાપ સાથે ટીવી ની અંદર પ્રવેશ કર્યો હતો. આપઘાત કર્યા બાદ સેટ પર હાજર લોકોએ તરત જ તુનિષા ને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

હાલમાં તુનિષા સોની સબ ટીવી સિરિયલની ‘અલીબાબા દાસ્તાને કાબૂલા’ માં રાજકુમારી મરિયમ ની ભૂમિકા ભજવી રહી હતી. તુનિષા શર્માએ ‘ફિતુર’ અને ‘બાર બાર દેખો’ માં યુવા કેટરીના કેફ ની ભૂમિકા ભજવી હતી. કલર્સ ટીવી પર તેની સીરીયલ ‘ઇન્ટરનેટ વાલા લવ’ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. તુનિષા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. આટલી મસ્તી થી વાત કરતી અને આ એક્ટ્રેસે આવું પગલું ભરીને બધાને ચોંકાવી દીધા છે.