મુંબઈની લોકલ ટ્રેન નો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ઘડીક હેરાન થઈ જશો, કે આવી રીતે કોઈ ઝઘડી શકે! 31 સેકન્ડ નો આ વિડીયો રોડ્સ ઓફ મુંબઈ નામના પેજ પરથી ટ્વિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને પાંચ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ત્રણ મહિલાઓ મુસાફરોથી ભરેલી બોગીમાં અંદરો અંદર એકબીજાના વાળ ખેંચીને ઝઘડી પડી. તમે વીડિયોમાં જોઈ શકો છો એક યુવતી ગુસ્સામાં આધેડ મહિલા ને ચાટતી અને ઢસડીને મોતને ઘાટ ઉતારતી જોવા મળે છે અને વચ્ચે ત્રીજી મહિલા આવે છે અને તે યુવતીને માર મારવા લાગે છે.
ખીચો ખીચ ભરેલા ડબ્બામાં ત્રણ યુવતીઓ ઝઘડી
ટ્રેનમાં રહેલા મુસાફરો વચ્ચે આવીને તેમનો ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. એક મહિલા મુસાફરને કહે છે ‘એ આંટી છોડો’… લડાઈ ની વચ્ચે આજુબાજુની મહિલાઓ પોતાની સીટ પરથી ઊભી થઈને પોતાનો બચાવ કરે છે. સાથે સાથે કેટલાક મુસાફરો હુમલા નો વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝરે આ ઘટનાની આખરી નિંદા કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સંસ્કારી સમાજમાં આ શોભતું નથી. ઘણા લોકોએ આ અંગે રેલવે પ્રશાસન પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.