અનંત અંબાણીએ અમુક દિવસો પહેલા જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. અંબાણી પરિવારમાં આ ખુશીનો અવસર હતો. પરંતુ અમુક લોકો આવા ખુશીના અવસર પર અનંત અંબાણીને વજનના લીધે ટ્રોલ કરવા લાગ્યા. લોકોની ચિંતા થવાનું કારણ છે કે અનંત અંબાણી આટલા જાડા કેવી રીતે થયા છે? અને શું આ બંનેની જોડી આગળ ચાલી શકશે? લોકોને મતે જો વ્યક્તિ પાસે પૈસા હોય તો ગમે તે શક્ય છે. અમે તમને આ બંનેની લાગણીઓ વિશે જણાવીશું.

જો બંને વ્યક્તિ એકબીજાને પસંદ કરે છે તો પછી શારીરિક દેખાવ કે પૈસાથી શું ફરક પડે. કોણ જાડુ, કોણ પાતળું, કોણ ગોરું કે કોણ કાળું, તેનાથી આ બંનેને કોઈ ફરક પડતો નથી. મહત્વનું એ છે કે તેઓ એકબીજાની કંપની કેટલી પસંદ કરે છે અને કેટલી એન્જોય કરે છે. આ બંનેનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. જ્યાં સુધી અનંત અને રાધિકાની વાત છે તેમને જોઈને લાગે છે કે તેઓ એકબીજા સાથે ખૂબ જ કન્ફટેબલ છે.

શરીરનું વજન તો અમુક સમયે વધી જાય તો અમુક સમયે ઘટી જાય. કાલે કોઈ વ્યક્તિ જાડો હશે તો થોડા સમય પછી તે પાતળું પણ થઈ શકે. લોકો લગ્ન પછી મોટામાં ભાગે જાડા જ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓનું વજન લગ્ન પછી ખૂબ જ વધી જતું હોય છે. ત્યારે અમુક પુરુષોનું પેટ પણ બહાર આવી જાય છે. તમે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે જેમાં લોકો બીમાર પ્રેમી અથવા પ્રેમિકા સાથે લગ્ન પણ કરી લે છે. આજ સાચો પ્રેમ છે કે જીવનમાં અંતિમ તબક્કે પણ સાથ ન છોડવો. ઘણા લોકો લગ્ન પછી વિકલાંગ જીવનસાથી સાથે જીવન વિતાવે છે.

રાધિકાએ પૈસા માટે લગ્ન નથી કર્યા. તમને જણાવી દઈએ તે પોતે કરોડોની માલિકી ધરાવે છે. તે બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે.અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે.સમજાતું નથી કે બે વ્યક્તિની અંગત બાબત પર ટિપ્પણી કરવાનો અધિકાર ત્રીજી વ્યક્તિને ક્યાંથી મળ્યો?