પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા આ યુવાને 85 હજારની નોકરી છોડી અને હવે તેનું ઘર…

અમદાવાદમાં અત્યારે ધામધૂમથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ 15 જાન્યુઆરી સુધી શરૂ રહેવાનો છે. અહીં દરરોજ મોટા મોટા કલાકારો અને બિઝનેસમેનો મુલાકાત લઈ રહ્યા છે.

આ મહોત્સવમાં હજુ ઘણા દેશના વડાપ્રધાન પધારવાના છે. આ નગરમાં દરરોજ દેશ વિદેશમાંથી લાખો લોકો મુલાકાત લેવા આવે છે. પ્રમુખસ્વામી નગરની ઉજવણી માટે છેલ્લા બે વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી. બે વર્ષથી સંતો અને હજારો સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા. હજારો સ્વયં સેવકો ભેગા થઈને દિવસ રાત મહેનત કરીને પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કર્યું છે.

ઘણા લોકો એવા છે જે પોતાની નોકરી અને કરોડો રૂપિયાના બિઝનેસ છોડીને છેલ્લા બે-ત્રણ મહિનાથી આ નગરમાં સેવા આપી રહ્યા છે ત્યારે આપણે એવા બે જ યુવકની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ ધવલ પટેલ છે અને તે નડિયાદનો રહેવાસી છે. તેણે પોતાની 85 હજારની નોકરી છોડી દીધી. તે છેલ્લા નવ વર્ષથી આ ફિલ્ડમાં નોકરી કરી રહ્યો હતો. જ્યારે તેમને બ્રહ્મસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવાની તક મળી જ્યારે તેને અહીં સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા છ મહિનાથી અહીં સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહ્યો છું. હું અહીં સેવા કરીને ધન્ય અનુભવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *