આ યુવક પુલ ઉપર ચડીને મન ફાવે તેમ 10-10 રૂપિયાની નોટો ઉડાડવા લાગ્યો, નીચે નોટો વીણવા લોકોના ટોળે ટોળા થયા – જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે ખૂબ જ હસી પડીએ છીએ તો ઘણા વીડિયો જોઈને રડવું આવી જાય. હાલ એક ખૂબ જ આશ્ચર્યચકિત વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો પુલ ઉપરથી એક વ્યક્તિ નોટોનો વરસાદ કરી રહ્યો છે.

મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો એક યુવક પુલ ઉપર ચડ્યો અને મન ફાવે તેમ 10 10 ની નોટો ઉડાડી રહ્યો છે. વીડિયો જોઈને લોકોના મનમાં એક સવાલો ઉભો થયો કે આવું શા માટે કરે છે? વીડિયોની વાત કરીએ તો આ વિડીયો કર્ણાટકની રાજધાની બેંગ્લોરના વ્યસ્ત KR માર્કેટનો છે.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ એક યુવક ફ્લાય ઓવર બ્રિજ પર આવે છે અને તે બ્રિજ ઉપરથી 10 10 ની નોટો ઉડાડવાનું શરૂ કરે છે. યુવકને જોઈને ઘટના સ્થળે લોકો ટોળા ભેગા થઈ જાય છે. તમે વીડિયોમાં જોઈ શકો ચો તે કાળા કોર્ટમાં છે અને તેણે ગળામાં વોલ વોચ લટકાડેલી છે.

પુલ નીચે દસ દસ ની નોટો લુટવા માટે લોકો પાડાપાડી કરવા લાગે છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે નોટોનો વરસાદ કરનાર યુવકની ઉંમર ૩૦ થી ૪૦ વર્ષની છે. આ ઘટના બાદ યુવકને પોલીસે કસ્ટડીમાં પણ લીધો છે.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આ યુવકે રૂપિયા 3,000 ની 10 10 ની નોટો ઉડાડી. પોલીસને શંકા હતી કે આ યુવક માનસિક રીતે અસ્થિર છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *