સુરત શહેરમાં અવનવી ઘટના બનતી હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના બની છે જ્યાં જે સાંભળીને તમારું કાળજુ કપાય જશે. સમગ્ર ઘટના સુરત શહેરના વિસ્તારમાંથી બે દિવસ પહેલા તાજુ જન્મેલું નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યું છે. સમગ્ર ઘટના પોલીસને જાણ થતા પોલીસ ખડે પગે દોડી આવી હતી પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું લિંબાયતની હોસ્પિટલની નર્સ દ્વારા નવજાત ફેકવામાં આવ્યું છે.

સમગ્ર ઘટના એક્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પોલીસ દ્વારા આ સીસીટીવી કેમેરામાં વીડિયો જોઈને નર્સ અને ધરપકડ કરવામાં આવી છે અને તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ. ઘટનાને વધારે માહિતી જણાવ્યું હતું કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી ખાડી કિનારી એક ટાઇલ્સ નો વેસ્ટેડ રૂમ આવેલો છે. ત્યાં બે દિવસ પહેલા એક મૃત નવજાતિ બાળકી મળી આવ્યું હતું.

આ ઘટના બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાદોડી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટના કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાલ જાણવા મળ્યું છે કે આ ઘટનાની સ્થળે આવેલી શીખ હોસ્પિટલની નર્સ અંજુસિંહ દ્વારા બાળકીને અહીં ફેકવામાં આવ્યું હતું. શુક્રવારના રોજ મોડી રાત્રે વિસ્તારના રણછોડ નગર પાસે આવેલી ખાડીની પાછળ આવેલા ટાઇલ્સ વેસ્ટેજ ગાઉન માંથી બાળકીનું મૃત્યુ મળી આવ્યું હતું.

પોલીસને આ સમગ્ર ઘટના પાછળ એક સીટીવી કેમેરા ફૂટેજ મળ્યા. જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના ધાબા ઉપર ચઢીને એક મહિલાએ બાળકીને નીચે ફેકતી નજરે પડી હતી. સીસીટીવીના આધારે હોસ્પિટલમાં કામ કરતી અંજુસિંહ ની ધરપકડ કરવામાં આવી છે.

બાળકીનું મૃતદેહ મળ્યા બાદ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું જણાવવામાં આવ્યું હતું કે બાળકીનું પ્રસ્તુત દરમિયાન અથવા તો પ્રસુતિ પહેલા મૃત્યુ થઈ ગયું હશે. હાલ સમગ્ર ઘટના પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના તપાસ હેઠળ નર્સે કબુલાત કરી હતી કે બે દિવસ પહેલા એક મહારાષ્ટ્ર પરિવારે અહીંયા આવ્યું હતું અને મેં તેમનું એબોસન કર્યું હતું.
મહિલાના એબોસન બાદ બાળકીનો જન્મ થયો હતો. ત્યાર પછી બાળકના માતા પિતાની સંમતિથી તેને બાળકને બહાર ફેંકી દીધું હતું. જ્યારે હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા આરોપી નર્સ અને માતા-પિતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ખુલાસો કરી શક્યા નથી.