સમગ્ર ભારત દેશમાં લોકો પોતાની કળા કૌશલ્યને કારણે દેશમાં એક આગવી ઓળખ ઊભી કરતા હોય છે. લોકો પોતાની ટેલેન્ટ અને સ્કીલના આધારે એક વિશેષ સ્થાન લોકોની વચ્ચે મેળવતા હોય છે. આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા ની અંદર અવારનવાર આપણે જોતા હોઈએ છીએ. જેને જોઈને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. આવો જ એક મહિલાનો તેમની પોતાની કળા કૌશલ્ય પ્રસ્તુત કરી રહેલો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
જેને જોઈને સૌ લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે મહિલાના વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પીઠ પાછળ એક બોર્ડ રાખી જોયા વગર જ બજરંગ બલીની એક ખૂબ જ સુંદર અને આકર્ષક તસ્વીર બનાવી રહી છે વાયરલ થયેલ આ વિડીયો instagram પર પૂનમ આર્ટ એકેડમી નામના પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
જેમાં લોકો જય શ્રી રામ તથા વખાણ કરી કમેન્ટ્સ કરી રહ્યા હતા મહિલાની આ આશ્ચર્યચકિત કરી દેનારી કળાના લોકો ખૂબ જ વખાણ તથા પ્રશંસા કરી રહ્યા હતા. વીડિયોમાં આપ જોઈ શકો છો કે મહિલા કંઈક અનોખી રીતે જ બજરંગ બલીની તસવીર બનાવી રહી છે. જેમાં પોતાના બંને હાથમાં ચોક પકડીને મહિલા તેની પાછળ બોર્ડ રાખે છે ત્યારબાદ તે જોયા વગર જ બજરંગ બલીની ખૂબ જ આકર્ષક તસ્વીર બનાવી રહી છે.
View this post on Instagram
સૌથી વધુ મહત્વની વાત એ છે કે મહિલાએ આ આકર્ષક તસ્વીર જોયા વગર જ બનાવી હતી છતાં પણ તે તસવીર ખૂબ જ સુંદર લાગી રહી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ નિહાળ્યો છે જેમાં લોકોએ પ્રશંસા સાથે સાથે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા તેથી જ તસવીરની સાથે સાથે કમેન્ટ બોક્સ પણ જય શ્રી રામના નારા સાથે ભરાઈ ગયું હતું. ખરેખર આપણા ભારત દેશમાં કળા કૌશલ્યની કોઈ જ કમી નથી તેવું આ મહિલાના વિડીયો દ્વારા કહી શકાય છે.