આ મહિલાએ નાની ઉંમરમાં પિતાનું સપનું સાકાર કર્યું, આઇપીએસ ઓફિસર બની…

બધાને લોકોને સફળ થવાનું સપનું હોય છે. પરંતુ કોઈ કારણોસર પોતાની પરિસ્થિતિ કે અન્ય કારણોસર લોકો સફળ થઈ શકતા નથી. આજકાલ બધા લોકોને ટૂંક સમયમાં સફળતા મેળવી છે. પણ સફળતા તો રાત દિન કરીને સંઘર્ષ ને મહેનત કરીને તો સફળતા મળે છે. જે આજે એક એવી સ્ટોરી સામે આવી છે જે પૂજા અવનાની છે.

દરેક દીકરીના પપ્પાને કંઈક બને તેવી ઈચ્છા હોય છે. જે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. તે કંઈક એવી છે. પૂજાના પિતા ની ઈચ્છા કે તેની દીકરી પોલીસ ઓફિસર બને અને લોકોને મદદરૂપ બને. દીકરીના પપ્પા તેને પોલીસ યુનિફોમાં જોવા માંગતા હતા. જ્યારે પૂજા મોટી થવા લાગી ત્યારે તેના પપ્પાના સપના ને પોતાનું સપનું બનાવી લીધું. પછી તેને આઇપીએસ માટેની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી.

પૂજાએ તેના અભ્યાસની સાથે યુપીએસસીની પરીક્ષા તૈયારી ચાલુ કરી દીધી. માત્ર 22 વર્ષની જ ઉંમરમાં પૂજાયે યુપીએસસી ની પરીક્ષા આપી અને સફળતા પણ મેળવી. તેમને આ પરીક્ષામાં 316 માં રેન્ક મેળવ્યો.

પૂજાના બેગ્રાઉન્ડ ની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લામાં એક નાના ગામમાં રહેવાસી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં યુપીએસસીની એક્ઝામ પાસ કરી દીધી. પૂજા નાનપણથી ને ખૂબ હોશિયાર હતી અને હંમેશા તે ક્લાસમાં પહેલા નંબરે જ આવતી હતી. પૂજા એ તેની જીવનમાં નિષ્ફળતાનો પણ સામનો કર્યો છે. પરંતુ તેને કોઈ દિવસ હાર માની નથી. અને પોતાને મજબૂત બનાવીને મહેનત કરતી રહી પરિણમે તેને એક સફળતા મળી જે તે આઈપીએસ ઓફિસર બની. જે આજ તેના પિતાનું સપનું સાકર કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *