મુમલ મહેર નામની 14 વર્ષની છોકરી નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી સૂર્યકુમારીની જેમ અદભુત શોર્ટ મારી રહી છે. આ યુવતી બાડમેરની રહેવાસી છે અને ક્રિકેટરની મોટી ફેન છે. તે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. આ યુવતી નું નામ મહેર છે અને તેને રમવાનો ખૂબ જ શોખ છે. દરરોજ શાળાથી છૂટ્યા બાદ તે ગામના લોકો સાથે ક્રિકેટ રમે છે.
વિડીયો માં તે ઉપરા ઉપરી શોર્ટ મારી રહી છે. ક્રિકેટ જગાતના ઘણા લોકો આ વિડીયો જોઈને ચોકી ગયા હતા. આ વીડિયોને મોટા મોટા સેલિબ્રિટીઓએ પણ શેર કર્યો હતો. જેમાં સચિન તેંડુલકર નો પણ સમાવેશ થાય છે.
સચિન તેંદુલકરે 14 વર્ષની છોકરીના વખાણ કરતા લખ્યું કે “ગઈકાલે હરાજી થઈ અને આજે મેચ પણ શરૂ થઈ ગઈ….શું વાત છે… મને તમારી બેટિંગ જોવાની ખૂબ જ મજા આવી.”લોકો આ યુવતીના વખાણ કરતા થાકતા નથી. ત્યારે અમુક લોકો સચિન ને છોકરી ની મદદ માટે આગળ આવવાની સલાહ આપે છે.
બે દિવસ પહેલા વાયરલ થયેલો આ વિડીયો આવતા ભાજપના રાજસ્થાન પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાથી લઈને કેન્દ્ર સરકારના મંત્રી કૈલાશ ચૌધરી પણ આ યુવતીના વખાણ કરી રહ્યા છે. સતીશ પુણ્ય એ મુમોલ સાથે ફોન પર વાત કરી અને અભિનંદન પાઠવ્યા. કહ્યું ક્રિકેટર પીઠ સહિત વિવિધ સંસાધનો અંગે વિધાનસભામાં માંગ ઉઠાવશે અને તેને શક્ય તેટલી મદદ કરશે. તેણે યુવતી માટે ક્રિકેટ કીટ પણ મોકલી આપી.
મળતી માહિતી અનુસાર મુમુલ પાસે રમવા માટે ક્રિકેટ કીટ નથી અને પરિવારની નબળી પરિસ્થિતિને કારણે તે ક્રિકેટની તાલીમ લઈ શકી ન હતી. પરંતુ તે જાતે જ ઘરના કામકાજ અને બકરા ચરાવ્યા પછી પોતાનો શોખ પૂરો કરવા ક્રિકેટ રમે છે.
મુમુલ જણાવ્યું હું ભારતીય ક્રિકેટર સૂર્યકૃમારી યાદવની ફેન છું તેની બેટીંગ જોઈને મેં રમવાનો પ્રયાસ કર્યો હતો. મુમુલ દરરોજ ત્રણથી ચાર કલાક ક્રિકેટ રમે છે અને શાળાના કોચ તેને પ્રેક્ટિસ કરાવે છે.
શું તમને ખબર છે મુમુલને ક્રિકેટ રમવાની પ્રેરણા ક્યાંથી મળી?
મુમુલે જણાવ્યું કે હું 9 વર્ષની હતી ત્યારે હું મારી પિતરાઈ બહેન અનિશા સાથે ક્રિકેટ રમતી હતી અને ત્યાર પછી અન્ડર 19 માં રાજસ્થાનમાં સિલેક્ટ થઈ. ત્યારબાદ મને ક્રિકેટમાં વધારે પડતો રસ લાગ્યો. ત્યાર પછી હું ગામના બાળકો સાથે બેટબોલ થી રમવા લાગી. થોડા સમયમાં તેને ખબર પડી કે હું અન્ડર 19 માં સિલેક્ટ થઈ ચૂકી છું. જ્યાં જયપુરના સવાઈમાં સિંહ સ્ટેડિયમમાં આયોજિત બોલર તરીકે પસંદ કરવામાં આવી હતી. આમ આવી રીતે આ યુવતી ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે.