પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે પહેલીવાર જાહેરમાં દેખાય હતી. આપણે સૌ જાણીએ છીએ કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. પછી અલગ થવું પડ્યું હતું. ત્યારે હવે કિંજલ દવે આ વાત સ્વીકારીને આગળ વધી ચૂકી છે. થોડા દિવસો પહેલા જ તે પાવાગઢ ખાતે મહાકાળી માના દર્શન કરવા પહોંચી હતી. શું તમને ખબર છે પાવાગઢ આવોનું મુખ્ય કારણ શું હતું?
પાવાગઢ આવીને કિંજલ દવે કહ્યું હતું કે ગુજરાત ટુરીઝમ દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવવા જઈ રહી છે. તેના ભાગરૂપે હું અહીં આવી છું. આ ડોક્યુમેન્ટરી નો પોતે ભાગ હોવા પર ખુશી વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે કિંજલ દવે પોતાની સગાઈ તૂટ્યા પછી પહેલી વખત જાહેરમાં દેખાઈ હતી.
કિંજલ દવેએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના સામે માથું જુકાવ્યું. ત્યારે તેણે કહ્યું ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટરી ના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી. જેના કારણે મને માતાજીના દર્શન કરવાની તક મળી. માતાજીના આશીર્વાદ મળ્યા અને હું ધન્યતા અનુભવી રહી છું. મારી સગાઈ તૂટવાનો મને કોઈ ગમ નથી.
પાવાગઢમાં કિંજલ દવે મહાકાળી માની આરાધના કરતા ગરબો ગાયો હતો. ચૈત્ર નવરાત્રીના શુભ અવસર્યા આરેલ સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરતા ની સાથે જ વાયરલ થઈ. ખરેખર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો કિંજલ દવે પોતાના સ્વરમાં માતાજીનો પ્રસિદ્ધ ગરબો ગાયો છે.
આ રીલ શેર કરીને કિંજલ દવે લખ્યું હતું “મા દુર્ગા, માં અંબે, મા જગદંબે, મા ભવાની, મા શીતળા, માં વૈષ્ણોમાં, માં ચંડિકા, દેવીમાં પૂર્ણ કરો સૌની દરેક મનોકામના ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભકામના.”
વાયરલ થયેલો આ વિડીયો કિંજલ દવેએ પોતાના સ્વરમાં ગાયો છે. આ વીડિયો જોઈને દરેક ભક્તો લીન થઈ જશે. આ વિડીયો ઉપર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.