આપણા ભારત દેશમાં ટેલેન્ટ ની કોઈ કમી જ નથી. દરેક લોકોની અંદર કોઈને કોઈ અનોખી કળા હોય છે, બસ તેને ઓળખવાની જ જરૂર હોય છે. અને જોવા જઈએ તો આપણો ભારત દેશ જુગાડ માટે વિશ્વભરમાં જાણીતો છે. લોકો દેશી જુગાડ કરી કરીને એવી વસ્તુઓ બનાવે છે જેને જોઈને મોટા મોટા એન્જિનિયર પણ માથું પછાડી દે છે. આવો જ એક જુગાડ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે ટેલેન્ટ તો આને કહેવાય.
અત્યાર સુધી તમે ધોબીને ઈસ્ત્રી વડે કપડા પ્રેસ કરતા અથવા તો ઈલેક્ટ્રીક ઇસ્ત્રી વાપરતા જોયા જ હશે. પરંતુ હાલ એક વ્યક્તિનો જુગાડ જોઈને તમે પણ ચોકી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો એક વ્યક્તિ એલપીજી સિલિન્ડર થી ચાલતી ઈસ્ત્રી વડે કપડા પ્રેસ કરે છે. ઇન્ટરનેટ પર લોકો આ વીડિયો જોઈને હસી રોકી શકતા નથી.
42 સેકન્ડના આ વીડિયોમાં એક માણસ કપડાં ફ્રેશ કરવા માટે ઈલેક્ટ્રીક ઇસ્ત્રી કે કોઈ મશીન નહીં પરંતુ એલપીજી ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કપડાં ફ્રેશ કરનાર વ્યક્તિને બીજો વ્યક્તિ પૂછે છે કે આ પ્રેસ સિલિન્ડર થી કેવી રીતે કામ થાય. તેના જવાબમાં વ્યક્તિએ કહ્યું ખબર નથી પરંતુ ચાર વર્ષથી હું આ ઈસ્ત્રીનો જ ઉપયોગ કરું છું.
વીડિયો જોઈને યુઝર્સ અલગ અલગ પ્રકારના રિએક્શન આપે છે એક યુઝરે લખ્યું કોઈ કહેશે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો? અને યુઝર એ લખ્યું પણ આ ટેકનોલોજી ભારતની બહાર ન જવી જોઈએ.