ગોવાની અંદર એક વ્યક્તિએ પાકિસ્તાની ક્રિકેટ ટીમને સપોર્ટ કરવો ભારે પડી ગયો. લોકોએ તેને ઘૂંટણ પણ બેસાડીને માફી મંગાવી અને તેની પાસે ભારત માતાની જયના નારા પણ બોલાવ્યા. લોકોના ધ્યાનમાં આ ઘટના ત્યારે આવી જ્યારે એક ટ્રાવેલર બ્લોગરે આ ભાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
ગોવામાં એક ટ્રાવેલ બ્લોગર પાલનપુર થી શેરીઓમાં એક વિડીયો બનાવતો હતો. તેવામાં તે દુકાન પર પહોંચ્યો જ્યાં ટીવી પર ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન વચ્ચેની મેચ ચાલતી હતી. આ વ્યક્તિએ વિડીયો બનાવતા દુકાનદારને પૂછ્યું કોણ રમે છે? શું તમે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરી રહ્યા છો? ત્યારે દુકાનદારે કહ્યું ‘આ મુસ્લિમ વિસ્તાર છે એટલે હું પાકિસ્તાનને જ સપોર્ટ કરીશ’.
આટલું સાંભળતા જ બ્લોગરે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. વિડીયા જોઈને ઘણા લોકો દુકાનદાર પાસે પહોંચ્યા. તેમાંથી એકે કહ્યું આ આખું ગામ કાલનગુટ છે. અહીં કોઈ મુસ્લિમ શેરી નથી. ધર્મના આધારે દેશના ભાગ કરવા નહીં. ત્યારબાદ લોકોએ આ વ્યક્તિને ઘૂંટણ પણ બેસાડ્યો અને દેશવાસીઓ સામે માફી માંગવા કહ્યું.
દુકાનના માલિકે કાન પકડીને લોકો સામે માફી માંગી જે તમે વીડિયોમાં જોઈ શકો છો. આ દરમિયાન તે હાથ જોડીને કહે છે કે હવે આવી કોઈ ભૂલ કરશે નહીં. ત્યારબાદ ત્યાં હાજર લોકો ભારત માતાકી જય ના નારા લગાવવા લાગે છે. મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.