અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશથી લાખો લોકો આ નગરની મુલાકાત લઈ રહ્યા છે. આ નગરમાં હજારો સ્વયંસેકો ખડે પગે સેવા આપી રહ્યા છે. આ મહોત્સવમાં સેવા કરવા લોકોએ લાખોની નોકરી છોડી તો કોઈ લોકોએ કરોડોના બિઝનેસ મૂક્યા. ગુજરાતમાં આવા જ બે કરોડપતિ પરિવારની દીકરીઓ અહીં સેવા આપી રહી છે.
આ બે યુવતીઓની વાત કરવામાં આવે તો 5000 કરોડથી વધુનું નેટવર્ક ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધુ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા લવજી બાદશાહની પુત્રી આ નગરમાં સેવા આપી રહી છે. આ બંને યુવતીઓ ભર બપોરે તગારા ઊંચકીને મજૂરી જેવું કામ કરી નણંદ અને ભાભી એ સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લવજી બાદશાહની પુત્રી ગોરલના સાસુ અને અજમેરા પરિવારના મોભીએ મીડિયામાં જણાવ્યું હતું કે અમારા પરિવારમાંથી મારી દીકરી અને જમાઈ, મારો દીકરો અને વહુ 1 ડિસેમ્બર થી આ નગરમાં સેવા આપી રહ્યા છે અને બધાની અલગ અલગ સેવા છે. તેણે વધુમાં કહ્યું કે અમને બાપાની સેવા કરવામાં જે જહોજલાલી નો અનુભવ થાય ત્યારે એમ થાય છે કે આખી દુનિયામાં સુખી સંપન્ન અમે જ છીએ.