સોશિયલ મીડિયા પર અવારનવાર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત મેટ્રો ટ્રેનમાં લોકો ડાન્સ કરીને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. ઘણી વખત જીમની અંદર પણ ડાન્સ કરતા લોકો જોવા મળે છે. પરંતુ અત્યારે હાલ એક છોકરી નો વિડીયો વાયરલ થયો છે.
આ છોકરી ના વીડિયોની વાત કરીએ તો આ વિડીયો instagram ઉપર એક વ્યક્તિએ શેર કર્યો હતો. વીડિયોની અંદર તમે જોઈ શકો છો એક યુવતી ટોપ પહેરીને પુષ્પા ફિલ્મ ના ગીત પર ડાન્સ કરતી નજર પડે છે. આ યુવતીનો ડાન્સ જોવાલાયક છે. ટ્રેનની અંદર આ યુવતીને ડાન્સ કરતી જોઈ લોકો અલગ અલગ વિડીયો બનાવી રહ્યા છે. આ યુવતીના સ્ટેપ પણ તે વધારે સ્પીડથી બદલી રહી છે જેથી લોકો આ વિડીયો ને લાઈક કરી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં છોકરી ટ્રેનની વચ્ચે જોવા મળે છે અને લોકો આ છોકરીનો ડાન્સ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે. લોકોએ આ ડાન્સ મોબાઈલ માં રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
એક મીડિયા રિપોર્ટ્સ નો દાવો છે કે ડાન્સ કરી રહેલી છોકરી નું નામ કાજલ શાહ છે. આ છોકરી ડાન્સિંગ રિયાલિટી શો ની અંદર પણ ભાગ લઈ ચૂકી છે. આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કે આ વિડીયો સાચો છે કે ખોટો અને આ છોકરી કોણ છે તેની પણ હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.