એક ક્રૂર મહિલાએ એક 3 વર્ષની બાળકીને રેલવે ટ્રેક પર ધક્કો મારી દીધો હતો. જાણવા મળ્યું છે કે, આ ઘટના 28 ડિસેમ્બરના રોજ બની હતી.આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, 3 વર્ષીય બાળકી પોતાની માતાની સાથે ગેટવે ટ્રાંઝિટ સેન્ટર પ્લેટફોર્મ પર ઉભી રહી ટ્રેનની રહા જોઈ રહી છે. ત્યારે જ પાછળ બેન્ચ પર બેઠેલી એક મહિલા ઊભી થાય છે, અને તેને ધક્કો દઈ દે છે. જેને પગલે બાળકી ટ્રેનના પાટા પર જઈને પડી જાય છે. આ પછી તરત જ આસ-પાસના લોકોએ મદદ આગળ આવે છે અને બાળકીને બચાવી લે છે.
આ અંગે ઘટનાના સમયે હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે જે વખતે બાળકીને ધક્કો માર્યો હતો, તે વખતે કોઈ ટ્રેન આવી રહી નહોતી. તેમજ એક અધિકારીએ કહ્યું હતું કે ‘બાળકીને પેટ અને માથાના ભાગે ઈજા પહોંચી છે. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી છે, જ્યાં સારવાર કરી રહેલા ડૉક્ટરે તેની સ્થિતિ નોર્મલ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે માથામાં વાગવાના કારણે બાળકીને ક્યારેક-ક્યારેક ત્યાં દુખશે, પરંતુ તે પણ જલદીથી ઠીક થઈ જશે.’
આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા CCTV ચેક કર્યા હતા. ત્યારે ફૂટેજના આધારે 29 ડિસેમ્બરે 32 વર્ષની આરોપી બ્રિયાના વર્કમેનની ધરપકડ કરી લીધી છે. હાલ તો તે પોલીસ કસ્ટડીમાં છે. જોકે તેણે બાળકીને ધક્કો દેવાનું કારણ નથી જણાવ્યું. હાલ તો તેની પૂછપરછ ચાલી રહી છે.’ જણાવી દઈએ કે, આ હચમચાવી દેતી ઘટના અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાંથી સામે આવી છે.