લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ પ્રકારના અખતરા કરતા હોય છે. ઘણા લોકો પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવીને ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ કરે છે. ત્યારે હાલ એક કપલ માટીમાં લપેટાયેલું જોવા મળ્યું છે. આ કપલે અલગ અલગ પોસ્ટ સાથે તસવીરો ક્લિક કરાવી હતી. નવાઈની વાત એ છે કે આ કપલ એ કાદવ ની અંદર પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું જેના લીધે આ કપલ ફેમસ થયું.

આ કપલ ફિલીપાઇન્સ ના ઓરમોક્સિટીનું રહેવાસી છે. માહિતી અનુસાર ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો હતો. આ બંને જણ ખેડૂત પરિવારમાંથી આવે છે. ખેતી તેમનો શોખ છે. બંને વચ્ચે નવા જીવનની શરૂઆત કરવા માટે આ થીમ પસંદ કરી હતી. આ ફોટોશૂટ ના બેગ્રાઉન્ડમાં ઘણી હરિયાળી જોવા મળી રહી છે. કપલનું કહેવું છે કે આવું કરીને બંને પ્રકૃતિ સાથે પોતાનો જોડાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

આ બંને એવા પરિવારમાંથી આવે છે જ્યાં ખેતી મૂળ આધાર કે વ્યવસાય છે. એટલા માટે પોતાના જીવનની શરૂઆત કરવા માટે માટીની અંદર પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું. આ તસવીરો 2021માં ચાર્લી સી નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રી વેડિંગ ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને ફરી એકવાર આ તસવીરો વાયરલ થવા લાગી છે.

24 વર્ષની જોનસી અને 21 વર્ષની ઉંમરની તસવીરો કપલ્સના પ્રી વેડિંગ ફોટોશૂટ કરતા ખાસ હતી. કારણકે આથી દ્વારા તેઓ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માંગતા હતા. આ પ્રિ વેડિંગ ફોટોશૂટ પરિવારના ચોખા ના ખેતરમાં કરવામાં આવ્યું હતું.

જ્યારે આ પ્રિ વેડિંગ ફોટોશૂટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કપલે જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારમાં ઉછેર્યા છે તેથી તેઓ ઘણા દિવસોના મંથન પછી વ્યવસાયને ધ્યાનમાં રાખીને તેણે આ થીમ નક્કી કરી. સરકારી શાળાના શિક્ષક કહે છે કે હું ખેતી ને નોકરી અથવા વ્યવસાય તરીકે બતાવવાનો પ્રયાસ કરું છું જે મને યોગ્ય લાગે છે.
આ કપલે ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે અમારા ફોટા આખી દુનિયા જુવે અને અનુભવે કાદવમાં ચાલવું અને ત્યાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. અને કેવી રીતે થાય છે. દંપતીએ જણાવ્યું કે તેઓ લોકોને એ પણ સમજાવવા માંગે છે કે ઉનાળાની ઋતુમાં આંકડા તડકા વચ્ચે ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે.

દંપતીએ ખેતરોમાં કામ કરતી વખતે ખેડૂતોને કમરનો દુખાવો થાય છે. આ બધું હોવા છતાં અમારા ખેડૂતો કોઈ પણ ફરિયાદ વગર આનંદથી જીવન જીવે છે. અમારૂ આ ફોટોશૂટ લોકો માટે પ્રેરણા બનશે. આ લોકો આ કપલની તસવીરો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કારણકે આના દ્વારા પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે