આ ભાઈનું નામ વર્લ્ડ રેકોર્ડમાં આવવું જોઈએ – 12 મહિલાઓ સાથે લગ્ન કરી 102 બાળકોનો પિતા બન્યો

એક પુરુષે 12 પત્ની સાથે લગ્ન કર્યા અને પછી 102 બાળકો. આ પુરુષ 67 વર્ષનો છે અને હવે તેણે નિર્ણય લીધો છે કે હવે તેના પરિવારને આગળ નહીં વધારે. આટલા મોટા પરિવારને સાચવવો અને તેનો ખર્ચ ઉઠાવો ખૂબ જ અઘરું કામ છે. હવે તે ઈચ્છતો પણ નથી કે ભવિષ્યમાં કોઈ બાળકનો જન્મ થાય.

મળતી માહિતી અનુસાર 67 વર્ષીય મુસા હશહયા યુગાન્ડાના બુગીસાનો રહેવાસી છે. તેણે તેની પત્નીને ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરવાનું કહ્યું છે. કારણ કે હવે તેને વધારે બાળકો ઉછેરવા તેથી તેને દરેક પત્નીને આ ગોળીઓ લેવાની સલાહ આપી છે.

જે લોકો 4 થી વધુ લગ્ન કરવા માંગે છે, હું એવા લોકોને સલાહ આપું છું કે તેઓ આમ ન કરે. કારણ કે ધીમે ધીમે બધું બગાડવા લાગે છે. જણાવી દઈએ કે મુસાના 568 પૌત્રો-પૌત્રીઓ પણ છે. આ તમામ લોકો 12 બેડરૂમના ઘરમાં સાથે રહે છે. મૂસાએ કહ્યું કે તે તેના તમામ બાળકો અને પૌત્રોને નામથી ઓળખતો નથી.મૂસાએ વર્ષ 1971માં હનીફા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. મુસા ત્યારે 16 વર્ષનો હતો અને તેણે શાળા છોડી દીધી હતી.

બે વર્ષ પછી તે પહેલીવાર પિતા બન્યો. ત્યારબાદ હનીફાએ એક છોકરીને જન્મ આપ્યો. તેમજ મુસા ગામના ચેરપર્સન અને બિઝનેસમેન હોવાને કારણે, તે પોતાનો પરિવાર વધારવા માંગતો હતો કારણ કે તેની પાસે પૈસા અને જમીન હતી. તેણે કહ્યું- હું કમાઈ શકતો હતો, તેથી મેં નક્કી કર્યું કે હું વધુ લગ્ન કરીશ અને પરિવાર વધારીશ.

જો કે હવે મુસા સરકાર પાસે મદદ માંગી રહ્યો છે. તે કહે છે કે તેની પાસે બધા બાળકોના ભણતર માટે પૈસા નથી. પરંતુ આટલો મોટો પરિવાર હોવા છતાં, મુસાનો પરિવાર કહે છે કે તેમને સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી. ત્યારે આ અંગે હનીફાએ કહ્યું- તે દરેકની વાત સાંભળે છે, તેને નિર્ણય પર પહોંચવાની ઉતાવળ નથી. તે ચોક્કસપણે તમામ પક્ષોની દલીલો સાંભળે છે. તે બધા સાથે સમાન રીતે વર્તે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *