સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ વિડીયો સામે આવતા હોય છે, અમુક વીડિયો જોયા પછી આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ક્યારેક કેટલાક વિડીયો એવા પણ જોયા હશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. હાલમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમે બે ઘડી હેરાન થઈ જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.એક ભાઈ તો ગાડી પાછળ બળદ બાંધીને નીકળી પડયા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો જૂનો છે, પરંતુ આ વિડીયો ફરી એકવાર લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો એક ભાઈ બળદને ગાડી પર બેસાડીને લઈ જાય છે. તમે જોઈ શકો છો વ્યક્તિ કેવી બાઇક ચલાવી રહ્યો છે અને પાછળ સીટ પર એક બળદ બેઠેલો જોવા મળે છે. વીડિયોમાં બળદને જોતા એવું લાગે છે કે પાછળની સીટ પર આખલાએ સીટબેલ્ટ પહેર્યો હોય. વીડિયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે આ વિડીયો બાઇકની બાજુમાંથી પસાર થતી કારની બારીમાંથી શૂટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોને લોકો ખુબ જ જોઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં યુઝર્સ અલગ અલગ પ્રકારની કોમેન્ટો મારી રહ્યા છે. કેટલાક યુઝર્સ વીડિયો જોયા બાદ કોમેન્ટ કરી રહ્યા છે અને અમુક લોકો વીડિયોને ખૂબ જ રોમાંચક ગણાવી રહ્યા છે.
ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જેમાંના અમુક વિડિયો એવા હોય છે કે આપણને વિશ્વાસ નથી આવતો. વિડીયો જોતા જ આપણે આંખ ખુલ્લી ને ખુલ્લી રહી જાય છે.