આ ભાઈને ઓનલાઇન પર એક યુવતી સાથે એવો પ્રેમ થયો કે પ્રેમિકાને મળવા 1400 કિલોમીટર ચાલીને નીકળી પડ્યો…જુઓ વિડિયો

આજના સમયમાં લોકો પ્રેમમાં પાગલ છે. સાચો પ્રેમ તમને ભાગ્ય જ જોવા મળશે. સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે પરંતુ અમુક લોકો એવા પણ છે જે પોતાના પ્રેમ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. કોઈપણ રીતે પોતાનો પ્રેમ મેળવીને જપતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં થયેલો પ્રેમ પણ એકબીજાને જીવનભર માટે એક કરી દેતો હોય છે જેની અમુક ઘટનાઓ તમે સાંભળી જ હશે.

આ ઘટનાની વાત કરીએ તો એક પ્રેમીની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. જે પોતાની પ્રેમિકાને સરપ્રાઈઝ આપવા માટે 1400 કિલોમીટર ચાલીને નીકળી પડ્યો. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. તેને દાવો કર્યો છે કે વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે 1400 કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી.

આ બંને પ્રેમી પંખીડાઓ પાંચ મહિના પહેલા tiktok પર મળ્યા હતા. તેમની યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થઈ. આ વ્યક્તિ હાલ સતત પોતાની સફરની અપડેટ લોકો સાથે શેર કરી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ થાઇલેંડનો રહેવાસી છે અને તે નાખોન નાયક પ્રાંતમાં પોતાના ઘરેથી સાતુન પ્રાંત જઈ રહ્યો છે જ્યાં તેની ગર્લફ્રેન્ડ રહે છે. મિત્રો તમને જણાવી દઈ હજુ સુધી તે મળ્યા નથી પરંતુ તેઓ વીડિયો કોલિંગ પર વાત કરી રહ્યા છે.

વિડીયોમાં વ્યક્તિએ જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી સુધીમાં તે તેની ગર્લફ્રેન્ડ ના ઘરે પહોંચી જશે. જેના માટે તે 1400 કિલોમીટરનો પ્રવાસ કરશે. એક વખત તેની ગર્લફ્રેન્ડએ તેને સતુન સુધી ચાલવા અને દોડીને આવવા માટે ચેલેન્જ આપી. જેથી પોતાના પ્રેમને સાબિત કરવા માટે આ વ્યક્તિએ આવું પગલું ભર્યું. વ્યક્તિએ વધુમાં કહ્યું કે “હું સાબિત કરવા માટે દોડીશ અને એક મહિના સુધી દોડીશ હું સાબિત કરીશ કે સાચો પ્રેમ સોશિયલ મીડિયા પર પણ મળી શકે છે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *