પાકિસ્તાનથી ભારતમાં આવી ને મતદાન આપશે આ ભાઈ – કહ્યું કે ‘નાગરિકતા મળી ગઈ, હવે મને કોઈ પાકિસ્તાની નહીં કહી શકે’

ભારત અને પાકિસ્તાનના સંબંધોની તો તમને ખબર જ હશે. આજે પણ બંને દેશ વચ્ચે કોઈને કોઈ મુદ્દે ટકરાવ થતા હોય છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને કોઈ પણ વ્યક્તિ જો ભારત આવે તો તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેની સમસ્યાને નિવારવા માટે ભારત સરકાર દ્વારા સાત વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

રાજકોટ શહેરમાં વસવાટ કરતા 135 પાકિસ્તાની હિન્દુઓ વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં મતદાન કરશે. આ નગરીકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આવા જ એક નાગરિક સુનીલ દેવ મૈસુરીએ જણાવ્યું હતું કે ‘મને નાગરિકતા મળી ગઈ છે હવે કોઈ મને પાકિસ્તાની કહે છે નહીં’.

પાકિસ્તાનથી ભારતમાં આવેલા સુનિલભાઈએ ભારતની નાગરિકતા મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા અને ઘણા લોકો તેને પાકિસ્તાની પણ કહેતા હતા પરંતુ તેના અથાક પ્રયત્નો બાદ આજે તે પાકિસ્તાનથી ભારતમાં આવીને નાગરિકતા મેળવી છે જેથી આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

સુનિલદેવ મૈસુરી આ વખતે પહેલીવાર રાજકોટમાંથી મતદાન કરવાના છે. તેણે જણાવ્યું કે 2009 માં પાકિસ્તાન થી ભારત આવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. અમે લોકો તેને બરાબર ઓળખતા પણ ન હતા પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીએ અમારી લાગણી સમજીને પાકિસ્તાની પાસપોર્ટ કરીને સાત વર્ષ તેઓ ભારતમાં રહીને નાગરિકતા મેળવી શકશે તેમ જણાવ્યું હતું અને અમારી મદદ પણ કરી.

નાગરિકતા ની સાથે સાથે લાયસન્સ અને આધાર કાર્ડ પણ મળી ગયું
પાકિસ્તાન થી ભારત આવેલા 25 લોકોને નાગરિકતા આપવાની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધારકાર્ડ પણ મળી ગયું છે જેથી હવે તે અહીંયા ઘર બનાવી રહી શકે છે અને મતદાન પણ કરી શકે છે.

ભારતીય નાગરિકતા કઈ રીતે આપવામાં આવે છે?
વર્ષ 2016 અને 18 ના ગેજેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર અને કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની લઘુમતી ધરાવતા તમામ ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ ની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *