ગુજરાતની અંદર આવેલો આ બીચ ગોવા કરતાં પણ વધારે સુંદર દેખાય છે… તસવીરો જોઈને ફરવાનું તમે નહીં ભૂલશો

ભારતમાં પ્રકૃતિનું અનોખું સૌંદર્ય નજર આવે છે. અમુક જગ્યાઓ તો એવી છે કે જે જોઈને તમને એમ થાય કે સ્વર્ગ પર આવી ગયા કે શું? શિવરાજપુર બીચ માં પ્રકૃતિનો અલગ જ નજારો જોવા મળે છે. ચોખા અને બ્લુ રંગના પાણીની સાથે શાંત સમુદ્ર કિનારો જોઈને પ્રવાસીઓનું મન ખીલી ઉઠે છે. આ સમુદ્ર કિનારો સ્વચ્છ સુરક્ષિત અને સુંદર દેખાય છે. દ્વારકાને ઓખાની વચ્ચે સ્થિત શિવરાજપુર બીચ નો વિકાસ ગુજરાત તરફથી કરવામાં આવી રહ્યો છે. પર્યટકો માટે બધી જ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

શિવરાજપુર બીચ સફેદ રેતીની સાથે ખૂબ જ શાંત અને સુંદર દેખાવા લાગ્યો છે. આ જગ્યા પર તમે પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવી શકો છો. સામાન્ય રીતે આ સમુદ્ર શાંત છે. વિજ્ઞાન પર અહીં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે. આ સમુદ્ર તટ પર તમે તમારા પરિવાર સાથે ફરવા જઈ શકો છો. શિવરાજપુર બીચ એક એવી જગ્યા છે જ્યાં બધી જ વસ્તુઓ આવેલી છે અને એક શ્રેષ્ઠ સમુદ્ર કિનારો ગણી શકાય. આ બીચ પર સમુદ્રનું પાણી એકદમ બ્લુ કલરનું અને ચોખ્ખું દેખાય છે.

આ ગુજરાતનો એકમાત્ર એવો બીજી છે જે બ્લુ રંગનો દેખાય છે. આ બીચ પર બ્લુફ્લેગ દરવાજો ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ બે સિવાય ધોતલા બીચને પણ બ્લુ ફ્લેગ નો દરજ્જો મળેલો છે.

અહીં મજા કરવા માટે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમે ક્યારેય પણ નહીં જોયું હોય. આ બીજ પર તમે સ્કૂબા ડાઇવિંગ જેવી ગતિવિધિઓ નો આનંદ માણી શકો છો. આ સિવાય કરવાનું પણ આનંદ તમે લઈ શકો છો અને ઠંડી હવા નો આનંદ પણ માણી શકો છો. અહીં સનરાઈઝ ખૂબ જ સુંદર દેખાય છે અને આ બીજ પર કેમ્પિંગ ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

મિત્રો તમને જણાવી દઈએ ચોમાસાની ઋતુ જૂન અને જુલાઈ દરમિયાન અહીંયા તરવાની અને નાહવાની મનાઈ છે. દ્વારકાની આસપાસ દ્વારકા બીજ, ચોરવાડ બીચ વગેરે સ્થિત છે. અહીંયા તમે ફરવા જઈ શકો છો તે સિવાય શ્રી દ્વારકાધીશ મંદિર, ગોમતીઘાટ, સુદામા સેતુ, રુકમણી માતા મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિર, ગીતામંદિર, ગોપી તળાવ, લાઈટ હાઉસ, હર્ષદ માતા મંદિર પણ જોવા લાયક સ્થળ છે.

આ બીચ ની એન્ટ્રી ફી 30 રૂપિયા તમામ લોકો માટે રાખવામાં આવેલ છે. આ સિવાય જો સ્કૂબા ડાઇવિંગ કરવું હોય તો તેના 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ. સ્નોકલીંગ માટે ₹700 પ્રતિ વ્યક્તિ, બોટિંગ માટે 1500 રૂપિયા અને હોડી તથા આઇલેન્ડ ટુર માટે 2350 નક્કી કરવામાં આવેલા છે.

કેવડિયા પછી ગુજરાત સરકાર હવે દ્વારકાની નજીક સ્થિત શિવરાજપુર સમુદ્ર તકને એક મોટા પર્યટક સ્થળ ના રૂપમાં વિકસિત કરવા જઈ રહી છે. થોડા સમય પહેલા જ આ બીજને બ્લુ ફ્લેગ નો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ખાલી ચોખા સમુદ્ર બીજને જ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *