ગુજરાતની અંદર ટ્રાફિક પોલીસ સંયુક્ત ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ શહેરના BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હોય તો બંધ કરી દેજો કારણ કે હાલમાં જ BRTS કોરિડોરમાં વાહન ચલાવતા 190 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે.સાથે સાથે 89,900 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં BRTS કોરિડોર વાહન ચલાવતા લોકો માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર અમુક વાહન ચાલકો નિયમો વિરુદ્ધ BRTS કોરિડોર એટલે કે જે જગ્યા પર માત્ર BRTSને જ એન્ટ્રી છે ત્યાં પોતાનું વાહન લઈને ઘુસી જતા હોય છે. જેના કારણે અકસ્માતની ઘટના પણ સામે આવે છે. જો કે હવે BRTS કોરિડરમાં વાહન ચલાવતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેરના મેમકો ચાર રસ્તા થી નરોડા રોડ વિસ્તારમાં BRTS પર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી. BRTS ના રસ્તા પર વાહનો ચલાવતા 190 વાહનોને ડીટેન કરવામાં આવ્યા છે. સાથે સાથે 89 હજાર રૂપિયા નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
બીઆરટીએસ અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટુ વ્હીલર, ફોરવીલર, અને થ્રી વ્હીલર વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી. આ લોકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. કુલ 190 વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા.