ઘણીવાર અમુક વ્યક્તિઓ પોતાની લતને સંતોષવા માટે અનેક રસ્તાઓ અપનાવતા હોય છે. જેને સાંભળીને આપણે પણ ઘણીવાર વિશ્વાસ નથી કરી શકતા. આવી જ એક ઘટના દિલ્હી શહેરમાંથી સામે આવી છે જેમાં પોલીસે ત્રણ કિન્નરોની ધરપકડ કરી હતી. આ ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો દિલ્હી પોલીસ પાસે છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘટનાઓ ના કિસ્સાઓ સામે આવતા હતા.
પોલીસ જણાવે છે કે એક વ્યક્તિ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રણ કિનારોએ તેને રોકીને એકાંત જગ્યાએ લઈ જાય લૂંટને અંજામ આપ્યો હતો. પીડિત જણાવે છે કે એકાંત જગ્યામાં એકદમ અંધારું હતું તેથી તમામ વ્યક્તિઓએ મને ખૂબ જ ગંભીર રીતે માર માર્યો હતો ત્યારબાદ મારી પાસે રહેલા એટીએમ કાર્ડ તથા મહત્વના દસ્તાવેજો લઇ ફરાર થઈ ગયા હતા.
તેથી જ પોલીસે પોતાની એક ટીમ બનાવીને કિન્નરોની શોધ કોણે કરી હતી અને આખરે આ તમામ કિનારો બસ સ્ટેન્ડ પાસે મળી આવ્યા હતા. આ શોધખોળ દરમિયાન ત્રણ કિન્નરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને પોતાની ડ્રગ્સ અને દારૂની લત સંતોષવા માટે આવા કાળા કામ કરતા હતા પૂછપરછ દરમિયાન ત્રણેયના નામ શ્રેયા કવિના અને ચાંદની બહાર આવ્યા હતા તે છેલ્લા ઘણા સમયથી પોતાના દારૂ અને ડ્રગ્સને લગ્ન સંતોષવા માટે આ લૂંટ ચલાવતા હતા તેથી પોલીસે તેની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ શરૂ કરી દીધી છે જેથી કરીને ઘટનાના સાચા આરોપી સુધી પહોંચી તેને કડક સજા કરી શકાય.