ટીમ ઈન્ડિયાનું મોટું નામ એટલે કે વિરાટ કોહલી જે આજે ક્રિકેટનો બાદશાહ બની ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો પહેલાથી જ વિચારી રહ્યા છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા બનાવેલા રેકોર્ડને કોણ તોડશે, આ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે. પરંતુ વિરાટ કોહલી થોડા જ દિવસોમાં એવો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સચિન તેંડુલકરના વનડેમાં 49 સદી ફટકારવાના રેકોર્ડની, જેને તોડવાનું દરેક બેટ્સમેનનું સપનું હોય છે. પરંતુ જો કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શકે છે તો તે બેટ્સમેન વિરાટ કોહલી છે. જો કે, વિરાટ કોહલી આ રેકોર્ડ તોડવાથી માત્ર ત્રણ પગલાં દૂર છે. એટલે કે જો હવે વિરાટ કોહલી માત્ર ત્રણ સદી ફટકારે છે તો તે સચિનનો રેકોર્ડ તોડી નાખશે.


તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન હાલમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમી રહ્યો છે. જેમાંથી પ્રથમ મેચ રમાઈ છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પ્રથમ વનડેમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.

વિરાટ કોહલી વિશ્વના બેસ્ટ બેસ્ટમેન તરીકે ગણાય છે અને એની ખૂબ સારી કેપ્ટનશીપ પણ જોવા મળે છે. વિરાટ કોહલી 2008માં શ્રીલંકા સામે ODI ટીમ માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એન્ટ્રી કર્યા હતા. વિરાટ કોહલી ફાસ્ટ ખેલાડી તરીકે ગણાય છે જે વન ડે ની મેચમાં 8000, 9000, 1000અને 11000 રન પુરા કરવાનો રેકોર્ડ છે. ODIમાં રન ચેઝમાં વધારે સદીનો રેકોર્ડ વિરાટ કોહલી ના નામે છે 18 મી સદીમાં.

વિરાટ કોહલીએ વન-ડેમાં સતત ઇનિંગમાં ચાર સદી ફટકારી તે એક રેકોર્ડ બ્રેક છે અને તે એકમાત્ર ખેલાડી છે. વિરાટ કોહલી T-20 આંતરરાષ્ટ્રીય 3,000 રન બનાવનાર પ્રથમ બેસ્ટમેન છે. વિરાટ કોહલી જે ત્રણ વખત 2012,2017 અને 2018માં icc odi પ્લેયર ઓફ ધ યર નો એવોર્ડ જીત્યા છે.