લોકો પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિજાત વગર પ્રેમ કરી બેસતા હોય છે. હાલ મેરઠમાં એક યુવકે સીલીંગ ફેન સાથે લટકીને આપઘાત કરી લીધો છે. છોકરાએ મુસ્લિમ છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા. પરિવારનો આરોપ છે કે સાસરીયા તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા જેના કારણે તેણે આપઘાત કર્યો. આ બંનેએ 3 વર્ષ પહેલા પરિવારના સભ્યોની પરવાનગી વગર ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમને દોઢ વર્ષનો પુત્ર પણ છે. આ અંગે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
મોટા ભાઈએ જણાવ્યું કે, દુષ્યંત પ્રેમ લગ્ન બાદ ભાડે રૂમ લઈને યુવતી સાથે રહેતો હતો. જોકે બંને છેલ્લા કેટલાક સમયથી પોતપોતાના ઘરે રહેતા હતા. દુષ્યંત તેની પત્નીને ઘરે લાવવા માંગતો હતો. પરંતુ તેના પરિવારની શરત એ હતી કે દુષ્યંત પહેલા ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બને. ત્યારે જ તે યુવતીને તેની સાથે મોકલતો હતો. આપઘાત કરતા પહેલા તેણે તેની પત્ની સાથે વાત કરી હતી. છેલ્લો કોલ તેનો હતો. તેઓએ લગભગ 40 મિનિટ સુધી વાત કરી.

ગયા વર્ષે મોટી બહેન ના લગ્ન થયા હતા અને ઘરમાં માત્ર દુષ્યંત અને તેની માતા શિક્ષા દેવી જ રહેતા હતા. પુત્ર ડીજેનું કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે દુષ્યંત શનિવારે રાત્રે રૂમમાં સૂઈ ગયો હતો. સવારે ઘણા સમય સુધી તે રૂમની બહાર જ ન નીકળ્યો અને તેની માતા તેને જગાડવા પહોંચે છે. માતાએ પહેલા રૂમની બહારથી પુત્રને બૂમ પાડી પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. છેવટે તેમણે દરવાજો ખખડાવ્યો. દરવાજો અંદરથી ખુલ્લો હતો અને તેની માતા રૂમમાં પ્રવેશતા જ પુત્રનો મૃતદેહ સીલીંગ ફેન સાથે લટકતો જોયો..

ભાઈ તે સારી છોકરી નથી, તેને છોડી દે…
એક દિવસ કોઈએ મમ્મીને કહ્યું કે ઘણીવાર એક છોકરી તેના ભાઈને મળવા પાછળથી ઘરે આવે છે. જ્યારે મેં મારા ભાઈને પૂછ્યું તો મને ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ મારી ફ્રેન્ડ ફરાહ છે. પછી અમને ખબર પડી કે તેઓ અફેર કરી રહ્યા છે. અમે ઘણી વાર સમજાવ્યું કે ભાઈ તેને છોડી દે, તે સારી છોકરી નથી. તે આપણા ધર્મની નથી. આ ખોટું છે, પરંતુ તેણે ક્યારેય અમારી વાત સાંભળી નહીં.