ઉત્તર પ્રદેશ : લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે યોગા, જીમ જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. અમુક લોકો યોગા કરવા માટે યોગા ટ્રેનરો પાસેથી ટ્રેનિંગ લેતા હોય છે. હાલ એક એવી ઘટના સામે આવી છે કે ઉત્તર પ્રદેશના શાહપુર ની મેડિકલ કોલેજમાં એક યોગા ટ્રેનરે એક મહિલા સાથે ગાઢ મિત્રતા કરી અને પછી લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા. શારીરિક સંબંધોના કારણે મહિલા ગર્ભવતી થઈ ગઈ.
યોગા ટ્રેનરે મહિલા ને લગ્ન કરવાની ના પાડી જેના કારણે મહિલાએ પોલીસ સામે ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાયા બાદ પોલીસે આ યોગા ટ્રેનર ની ધરપકડ પણ કરી. પોલીસે જણાવ્યું કે બસ્તીમાં એક મહિલા યોગ પ્રશિક્ષક સાથે શોષણ કરવા બદલ ડૉ.ઋષિ પાંડેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વધુમાં જણાવતા કહે છે કે એક મહિલા 17 સપ્ટેમ્બર ના રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા રિપોર્ટમાં જણાવે છે કે તે બસ્તીમાં યોગ પ્રશિક્ષક છે. અને તેની ઓળખ યોગ પ્રશિક્ષક ડોક્ટર ઋષિ પાંડે સાથે થઈ હતી.
લગ્નનું આશ્વાસન આપીને તેની સાથે બળાત્કાર કર્યો અને જ્યારે મહિલા ગર્ભવતી થઈ તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે પોલીસે બળાત્કારના આરોપીને જેલમાં મોકલી દીધો છે.
ત્યારબાદ બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વડોદરા શહેરમાં થઈ હતી. જ્યાં એક યુવક લગ્નની લાલચ આપીને છેલ્લા ચાર વર્ષથી 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો અને તે મહિલાને ગર્ભવતી બનાવીને છોડી દીધી. આ મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો.
ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી અને યુવતી ની ફરિયાદ અનુસાર તેના પિતા કોઈ કામ ધંધો કરતા નથી અને તેની માતા પણ બીજી જગ્યાએ જતી રહેવાના કારણે આ યુવતી એની બહેનના ઘરે રહેતી હતી. જ્યાં સૈયદ નામના એક યુવકે ચાર વર્ષ પહેલા આ સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જેથી 14 વર્ષની ઉંમરે જ આ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.