આજના સમયમાં ચોરીના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ચોરી કરનાર વ્યક્તિની નજર હંમેશા ઘરની ઉપર હોય છે એવું નથી હોતું પરંતુ લોકોને મંદિરમાં એવું તો શું મળતું હોય છે કે ત્યાં પણ ચોરી કરે છે. ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જ્યાં ચોર મંદિર ની અંદર ચોરી કરવા ગુસ્સે છે. પરંતુ તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે ચોરી કરવા આવેલા ચોરને મદદ માટે બૂમ પાડવી પડે.
હાલ આંધ્રપ્રદેશની એક ઘટના સામે આવી છે. કાકુલમ જિલ્લાની અંદર એક ચોર મંદિરની અંદર ચોરી કરવા પ્લાનિંગ કરી અને આ પ્લાનિંગની અંદર પોતે જ ફસાઈ ગયો. છેલ્લે તે પોલીસને હાથે ઝડપાઈ ગયો. આટલું બધું પ્લાનિંગ કરવા છતાં પણ આ ચોર પકડાઈ ગયો હતો.
માહિતી અનુસાર આ જગ્યા ખૂબ જ સૂમસાન અને શાંત વાતાવરણ વાળી છે. ચોરે અહીં દિવાલ તોડીને અંદર જવાનો રસ્તો બનાવ્યો હતો. તેણે ભગવાને પહેરેલા તમામ પ્રકારના ચાંદી અને સોનાના ઘરેણા ઉતારીને ભાગવા ગયો અને જે જગ્યા પર થી તે આવ્યો હતો ત્યાંથી તે નીકળી ન શક્યો અને દિવાલમાં જ ફસાઈ ગયો.
ચોટી આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં તેનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો ચોર દીવાલની અંદર ફસાઈ ગયો છે અને સોના ચાંદીના ઘરેણા પણ નીચે પડેલા છે.
દિવાલમાં ફસાઈ ગયો પરંતુ બહાર નીકળવા તેણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે સફળ ન થયો. અંતે તેણે મદદ માટે બુમો પાડી અને રાડો સાંભળીને લોકો ભેગા થઈ ગયા. પોલીસી આ ચોરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.